Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુંભારીયા આર્યુવેદ દવાખાના દ્વારા છેલ્લા દોઢ મહિના દરમિયાન ૭૫,૦૦૦ લોકોને આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

  • April 27, 2020 

Tapi mitra News-કોરોના વાયરસના દિન-પ્રતિદિન વધી રહેલા સંક્રમણ સામે લડવા માટે આયુષ મંત્રાલય દ્વારા લોકોની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે સૂરત શહેરમાં જીલ્લા પંચાયત હેઠળના આયુર્વેદ દવાખાના કુંભારિયાના મેડીકલ ઓફિસર ડો. ઘનશ્યામ ભાઈ પટેલ  અને  જીલ્લા આયુષ અધિકારી ની કચેરી  આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પુણા ગામ, યોગી ચોક અને કુંભારિયા ગામની આજુબાજુ ની ૫૦ કરતા વધું સોસાયટીઓમાં છેલ્લા દોઢ મહિના દરમિયાન ૭૫૦૦૦થી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળાનું કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં આવેલા  કાપોદ્રા અને સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને પણ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેડીક ઔષધિ સંશમની વટી  અને ઉકાળાનું  વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉકાળામાં તુલસી પત્ર,અરડૂસીનાં પાન, ફુદીનો, ગળો, મહા સુદર્શન ચુર્ણ, દશમૂળ કવાથ, પથ્યાદી કવાથ, ભારન્ગ્યાડી કવાથ, ત્રીકતું ચુર્ણ જેવા રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેડીક ઔષધિઓનો ઉપયોગ કરી આયુષ વિભાગની કચેરી ગાંધીનગરની ગાઈડ લાઈન મુજબ ઉકાળો બનાવીને તેનું વિતરણ કરીને લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application