Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમગ્ર દેશમાં સૂરત શહેર લાખો લોકોને બે ટાઈમ ભોજન પુરૂ પાડીને પુણ્યનું કાર્ય કરીને બેમિસાલ કાર્ય કરી રહ્યું છેઃ જી.અશોમકુમાર

  • April 27, 2020 

Tapi mitra News-સૂરત શહેરનો મીજાજ રહ્યો છે કે, ગમે તેવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ખડેપગે ઉભું રહ્યું છે. તે પછી પ્લેગ હોય કે પૂરની સ્થિતિ હોય ગમે તેવી વિકટ સંજોગોમાં શહેરના દરિયાદિલ દાતાઓએ દાનની સરવાણી વહાવી છે. આજે કોરોના વાયરસની મહામારી વચ્ચે શહેરમાં વસતા લાખો શ્રમિકો, ઘરવિહોણા લોકોને બે ટંકનું અન્નદાન કરીને પૂણ્યનું કાર્ય કરી સમગ્ર દેશમાં દાખલો બેસાડયો છે. તેવા સમયે ભારત સરકારના કેન્દ્રીય ટીમના વડા અને જળશક્તિ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીશ્રી જી. અશોમ કુમારે સૂરત શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તથા સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ દ્વારા લાખોની સંખ્યામાં ભૂખ્યાજનો, પરપ્રાંતિય વિસ્તારના શ્રમિકો, નિરાધાર  વૃધ્ધો માટેની ભોજનની વ્યવસ્થાના કેન્દ્રોની મુલાકાત લીધી હતી. પ્રથમ શ્રી અશોમકુમારે મહાનગરપાલિકાના માધ્યમથી સંચાલિત અક્ષયપાત્રના કિચનની મુલાકાત લીધી હતી. અક્ષયપાત્રના કિચનમાં રોજ ૧.૨૬ લાખ લોકો માટે  ભોજન તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરીયાતમંદો સુધી પહોચાડવામાં આવી રહ્યું છે. પાંચ હજારથી શરૂ કરીને આજે ૧.૨૬ લાખથી વધુ લોકો માટે અત્યાધુનિક મશીનરી સાથે ૩૦૦ વ્યકિતઓના સ્ટાફ સાથેની વ્યવસ્થાને નિહાળી શ્રી અશોમકુમારે સંતોષની લાગણી વ્યકત કરી હતી. અડાજણ વિસ્તારમાં ધારાસભ્યશ્રી પૂર્ણેશમોદી તથા ડેપ્યુટી મેયરશ્રી નિરવ શાહ તથા અન્ય અગ્રણીઓના સહયોગથી ચાલી રહેલા અડાજણ વિસ્તારમાં કતારેશ્વર મહાદેવ મંદિર, સીટીયર સીટીઝન મલ્ટીપર્પઝ હોલ ખાતે રોજના ૫૦૦૦ની વધુ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેની પણ મુલાકાત લઈ શ્રી અશોમકુમારે જણાવ્યું હતું કે, સૂરત શહેરમાં રોજ લાખો ભુખ્યાજનોની જઠરાગ્નિ પ્રદિપ્ત કરવાનું કાર્ય થઈ રહ્યું છે જે આખા દેશમાં બેમિશાલ છે. સરકારની સાથે મળીને સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થાને નિહાળીને સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application