Tapi mitra News-કેન્દ્ર સરકારના પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટીમે સુરત શહેરના હોટસ્પોટ વિસ્તાર એવા માન દરવાજા મુલાકાત લીધી હતી. ઉપરાત નવી સીવીલ હોસ્પિટલ ખાતે ૨૫૦ બેડની તૈયાર થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લઈ સીવિલ હોસ્પિટલના સભાખંડમાં કોવિડની કામગીરી બાબતે હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યમાં કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે સુરતમાં આવેલી ટીમમાં સુરતમાં શ્રી જળશક્તિ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીશ્રી જી. અશોમ કુમાર, અટલ બિહારી વાજપાયી ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીસના એચ.ઓ.ડી. ડો. નીલમ રોય, એન.આઇ.ડી.એમ.ના પ્રોફેસરશ્રી ડો.અનિલ કે ગુપ્તા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ સેક્રેટરીશ્રી ડો. ઓ.પી.સિંહ અને હેલ્થ રિસર્ચ મિનિસ્ટ્રીના ડેપ્યુટી સિક્રેટરી શ્રી દોલતરામ મીણા, નવી સીવીલ હોસ્પિટલના ઉચ્ચ ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application