Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના ચાર મહાનગરો-અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરતમાં તા.૩ મે સુધી દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ

  • April 26, 2020 

Tapi mitra News-રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયની પ્રચાર માધ્યમોને જાણકારી આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.આ ચર્ચા-વિચારણા બાદ રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો છે કે,પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચાર મહાનગરોમાં દુકાનો બંધ રાખવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકડાઉનના સમય દરમ્યાન આ મહાનગરોમાં અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી ચીજવસ્તુઓ દૂધ, કરિયાણું, શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ, દવાઓની દુકાનો જ માત્ર ચાલુ રાખવા દેવાશે. મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જિલ્લાઓમાં રવિવાર તા.ર૬ એપ્રિલથી ધંધા-વ્યવસાયો શરૂ કરવાની રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે તેમાં પણ મોલ-માર્કેટીંગ કોમ્પલેક્ષ, હેર કટીંગ સલૂન-બ્યૂટીપાર્લર, પાન-ગુટકા-બીડી-સીગારેટનું વેચાણ કરતી દુકાનો, ટી સ્ટોલ કે હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહિ.આ ઉપરાંત ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવાઓ ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહિ, એમ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. તેમણે રાજ્યમાં ૬૬ લાખ અંત્યોદય અને PHH પરિવારો જે NFSAનો લાભ મેળવે છે તેમને વિનામૂલ્યે વ્યકિત દિઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિતરણની રાજ્ય સરકારની યોજના અન્વયે અત્યાર સુધીમાં ૧પ લાખ કાર્ડધારકોએ લાભ મેળવ્યો છે તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં કહ્યું કે, આવા NFSA લાભાર્થીઓને તા. રપ એપ્રિલથી આ અનાજ વિતરણ કરવાનો જે આરંભ થયો છે તેના બીજા દિવસે રવિવારે તા. ર૬ એપ્રિલે પાંચ લાખ લોકોએ લાભ મેળવ્યો છે. આ અનાજ વિતરણ અન્વયે અત્યાર સુધીમાં કુલ ર૬,રપ૦ મે.ટન ઘઉં અને ૧૧રપ૦ મે.ટન ચોખાનું ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું. તેમણે રાજ્યમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ ચાલુ રાખવાની રાજ્ય સરકારે આપેલી પરવાનગી અન્વયે મહાનગરોમાં પ૯૮ વિવિધ સરકારી કામોના બાંધકામ પ્રોજેકટસમાં ર૦,૬૦૦ શ્રમિકોને રોજગારી મળી રહી છે તેની વિગતો આપી હતી. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રના ૭૩ પ્રોજેકટસમાં ૭પ૦૦ શ્રમિકોને કામ મળ્યું છે તથા સરકારના નિયમાનુસાર આવા શ્રમિકોની રહેવા-જમવાની વ્યવસ્થા સાઇટ પર ઇન-સી-ટુ કરવામાં આવી છે તેમ પણ ઉમેર્યુ હતું. રાજ્યના માર્કેટયાર્ડ-બજારોમાં અનાજ-ખેત ઉત્પાદનોના વેચાણ માટેની આવકની વિગતો આપતાં કહ્યું કે અત્યાર સુધીમાં ૬ લાખ ૮૯ હજાર કવીન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે. આ ખેત ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં ૩,૪૮,૦૪ર કવીન્ટલ, એરંડા ૧,૮૯,પ૬૭ કવીન્ટલ અને રાયડો ૩૬,૦૯પ કવીન્ટલનો સમાવેશ થાય છે. તેમણે રાજ્યના શાક બજારોમાં આવરો થયેલા શાકભાજીની વિગતોમાં જણાવ્યું કે, રવિવારે સવારે ૧ લાખ ૧૪ હજાર પ૪૧ કવીન્ટલ શાકભાજીની તેમજ ૧૩,રપપ કવીન્ટલ ફળફળાદિની આવક થઇ છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application