Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ તાલુકાના કલમકુઈ ગામની જાત મુલાકાત લેતા કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ 

  • April 26, 2020 

Tapi mitra News-તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈના વતની અને સુરત જિલ્લાના માંડવી તાલુકાના કમલાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના નરેણ સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મી યુવકનો "કોરોના" નો રિપોર્ટ પોઝેટિવ આવતા, તાપી જિલ્લા વહીવટી તંત્રે કલમકુઈ ગામને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી તકેદારીના પગલા હાથ ધર્યા છે. દરમિયાન કલમકુઈ ગામની જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણી એ તેમની ટિમ સાથે જાત  મુલાકાત લઈ, જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.મુલાકાત દરમિયાન સમગ્ર કલમકુઈ ગામને સેનેટાઇઝ કરવા સાથે ગ્રામીણજનોને ઘર બહાર નહીં નીકળવા માટે સમજાવવામાં આવ્યા હતા. કલેકટરશ્રી સહિતના ઉચ્ચાધિકારીઓએ ગામના સરપંચ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓને પણ રૂબરૂ મળી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કલમકુઈ ગામના આઠ ફળિયામાં ૫૩૩ કુટુંબો (૨૪૨૪) વસવાટ કરે છે. જેમને હોમ ક્વોરોન્ટાઇન માં રહેવાનો હુકમ કરવા સાથે અહીં અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. સાથે કલમકુઈ ગામની સાત કિલોમીટર ની ત્રિજ્યા માં આવતા ધામોદલા ગામના ગાંધી ફળીયા વિસ્તારને બફર ઝોન જાહેર કરી, તેની હદ ને સિલ કરવામાં આવી છે. અહીં ૩૩ ઘરોના ૧૩૮ લોકો વસવાટ કરે છે. લેકટર શ્રી આર.જે.હાલાણીએ ગ્રામજનોને કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન વિસ્તારોની વિસ્તૃત સમજ આપી, અગમચેતીના પગલાં લઈ રહેલા વહીવટી તંત્રના પ્રયાસોમાં સહયોગ આપવાની અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application