Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:પીવાના પાણીની તકલીફ અંગે ફરિયાદ નિવારણ અર્થે પાણી પુરવઠા વિભાગના સંપર્ક નંબરો જાહેર કરાયા

  • April 26, 2020 

Tapi mitra News-તાપી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમા પીવાના પાણીની તકલીફ અંગેની ફરીયાદ નિવારણ માટે પાણી પુરવઠા  વિભાગના નીચે દર્શાવેલ નંબરો જાહેર કરાયા છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુધાકર દુબે તરફથી મળેલી વિગતો અનુસાર, તાપી જીલ્લામાં ઉનાળા દરમ્યાન પીવાના પાણીની તકલીફનું તાત્કાલિક ધોરણે નિવારણ કરી શકાય તે માટે, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ, જીલ્લામાં ફરિયાદ નિવારણ માટેના નંબરો જારી કરાયા છે. જેનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ છે.

  1. કા.ઇ.શ્રી, તાપી : (૦૨૬૨૬-૨૨૦૩૩૮) અને ૭૯૯૦૨ ૨૨૩૬૫
  2. યુનિટ મેનેજરશ્રી વાસ્મો –તાપી : (૦૨૬૨૬-૨૨૦૫૦૮) અને ૯૯૭૮૪ ૦૬૬૫૦
  3. વ્યારા / વાલોડ/ ડોલવણ તાલુકો : (૦૨૬૨૬-૨૨૦૩૪૮) અને ૭૯૭૪૨ ૯૭૪૭૮
  4. સોનગઢ તાલુકો : (૦૨૬૨૪-૨૨૨૭૬૬) અને ૯૯૯૮૩ ૪૦૩૬૦
  5. ઉચ્છલ/ નીઝર તાલુકો : (૦૨૬૨૮-૨૩૧૦૦૯) અને ૯૪૨૬૭ ૭૯૫૭૮
  6. હેંડપમ્પ રીપેરીંગ- તાપી: (૦૨૬૨૬-૨૨૧૨૬૫) અને ૯૯૭૮૪ ૪૩૨૮૦
  7. ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યા અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની હેલ્પલાઇન નંબર - ૧૯૧૬ ઉપર પણ સંપર્ક કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application