Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વાલોડના કલમકુઇ ગામને કન્ટેઇનમેંટ વિસ્તાર જાહેર કરાયો-જાણો શું છે વિગત

  • April 26, 2020 

Tapi mitra News-વિશ્વભરમાં કોરોના વાયરસ (COVID-19) ને વર્લ્ડહેલ્થઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિકમહામારી જાહેર કરેલ છે.જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી ધ્વારા સમાયાંતરે કોરોનાવાયરસ ને  ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોનાવાયરસ COVID-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવેલછે. જે અંતર્ગત COVID-19 નાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સોસીયલ ડીસ્ટન્સીંગ જાળવવું જરૂરી જણાય છે. જેથી શ્રી આર.જે.હાલાણી જિલ્લા મેજીસ્ટ્રેટ,તાપી-વ્યારા દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ૧ ૮૯૭ ની કલમ-ર,અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ–૩૦ તથા ૩૪,તથા આરોગ્યઅનેપરિવારકલ્યાણવિભાગ,ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક:જીપી-૯/એનસીવી ૧૦૨૦૨૦/ એસએફ.૧/જી, તા.૧૩/૦૩/૨૦૨૦ ના અનુસંધાને, high light-તાપી જિલ્લાના નીચે દર્શાવેલ વિસ્તારોને Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી,સદર વિસ્તારનાં લોકોને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા હુકમ કરવામાં આવ્યો છે.

ગામનું નામ કલમકુઇ, તા.વાલોડ, જિ.તાપી
કુલ વસ્તી ૨૪૨૪
કુલ કુટુંબ ૫૩૩
કુલ ફળિયા ૦૮
ફળિયાનું નામ કુટુંબની સંખ્યા કુલ વસ્તી
દવાખાના પાછળ ફળિયુ ૪૬ ૨૧૦
નિશાળ ફળિયુ ૫૧ ૨૩૦
ગામીત ફળિયુ ૪૫ ૧૯૮
દાદરી ફળિયુ ૯૧ ૪૬૮
નવી વસાહત ૪૦ ૧૬૫
હરીજન વાસ ૨૫ ૧૧૪
૧૯- આંબા ૧૩૫ ૬૨૩
વડી ફળિયુ ૧૦૦ ૪૧૬
આથી ઉ૫રોકત વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ મુકવામાં આવે છે. આ વિસ્તારનાં રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજ-વસ્તુઓ વહીવટી તંત્ર ઘ્વારા હોમ ડિલીવરીથી પુરી પાડવામાં આવશે. મોજે.કલમકુઇ, તા.વાલોડ, જિ.તાપીના ૭ કિ.મી. ત્રિજ્યામાં આવેલ મોજે.ઘામોદલા, તા.વાલોડ, જિ.તાપીનાં ગાંઘી ફળિયાનાં વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. સદર વિસ્તારમાં ૩૩ ઘરોનાં ૧૩૮ લોકોનો સમાવેશ થાય છે. ઉ૫રોકત મુજબનાં બફર એરીયાની હદને સીલ કરવામાં આવે છે. તથા સદર વિસ્તારમાં આવશ્યક સેવાઓનાં પુરવઠા સંબઘિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી માટે માત્ર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ કલાક સુઘી મુકિત આ૫વામાં આવે છે. જેમાં સોસ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. ઉકત વિસ્તારો માટે નીચે મુજબની અમલવારી કરવાનીરહેશે. (૧) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલસ્ક્રીનીંગ કરવાનું રહેશે. (ર) આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવવાના રહેશે. (૩) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. અમલવારીનો સમયગાળો: આહુકમતા.૨૫/૦૪/ર૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાંરહેશે. અપવાદ:ઉપર જણાવેલ વિસ્તારો માટે નીચે મુજબના અપવાદ લાગુ પડશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનો (સરકારી અને ખાનગી સહિત),આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલ વાહક વાહનો,આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા સસ્તા અનાજની દુકાનો,આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર ઘ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ ઘારકો સજા:આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી થી હેડ પોલીસ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવનાર તમામ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂઘ્ઘ આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અઘિકૃત કરવામાં આવે છે. જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે. high light-મોજે.કલમકુઇ, તા.વાલોડ, જિ.તાપીના ૭ કિ.મી. ત્રિજ્યામાં આવેલ મોજે.ઘામોદલા, તા.વાલોડ, જિ.તાપીનાં ગાંઘી ફળિયાનાં વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. સદર વિસ્તારમાં ૩૩ ઘરોનાં ૧૩૮ લોકોનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application