Tapi mitra News-આજે ભારત સહિત વિશ્વ વૈજ્ઞાનિકો કોરોના વાયરસ એટલે કે, કોવિડ ૧૯ની દવા શોધી રહી છે. તેવામાં એસવીએનઆઇટીના એપ્લાઇડ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. એસ. કે. શાહૂ અને રિસર્ચ સ્કોલર ડો. સેશુ વર્ધને દાવો કર્યો છે કે કોવિડ ૧૯ના દર્દીઓને જેવી રીતે મેલિરાયાની એટલે કે, હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સાજા કરી શકાય છે. એવી જ રીતે તુલસી, લીમડો અને લીંબુ સહિતની ઓષધિઓથી પણ કોવિડ-૧૯ના દર્દીઓને સાજા કરી શકાશે. આજે વિશ્વમાં કોવિડ ૧૯ની દવા મળી ના હોવાથી કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે વૈજ્ઞાનિક બાદ ઇજનેર પણ કોવિડ-૧૯ની દવા શોધવા માટે આગળ આવ્યા છે.
એસવીએનઆઇટીના એપ્લાઇડ કેમેસ્ટ્રિ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. એસ. કે. શાહૂએ કોવિડ-૧૯નો ડેટાબેઝ લીધો હતો. ટૂંકમાં સમજીયે તો કોવિડ-૧૯માં ક્યા પ્રકારના પ્રોટિન સહિતની બાબતો. જે પછી ડેટાબેઝને કોમ્પ્યુટરમાં નખાયો હતો અને અલગ અલગ રીતે ડ્રગ્સ, રસાયણ, દવાઓ અને ઔષધિઓના ડેટાબેઝથી બન્ને મર્જ કર્યો હતો. તેવામાં તુલસી, લીમડો, લિંબુ સહિતની ઔષધિમાંથી મળેલા મોલિકલ કોવિડ ૧૯ના પ્રોટિન સાથે સરળતાથી મર્જ થઈ ગયા હતા. આ સાથે કોવિડ-૧૯ વાયરસને પ્રસરતા અટકાવ્યો હતો. જેને પગલે શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વધી ગઈ હતી. આમ, ઇજનેરને તુલસી, લીમડા અને લીંબુ સહિતની ઓષધિઓથી કોવિડ-૧૯ સામે લડવામાં થોડી સફળતા મળી હતી. જોકે, હાલ પૂરેપૂરી સફળતા મેળવવા માટે રિસર્ચ કાર્યરત છે.
High light-એપ્લાઇડ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર દ્વારા દાવો કરાયો
High light-પ્રોફેસર ડો. એસ. કે. શાહૂ અને રિસર્ચ સ્કોલર ડો. સેશુ વર્ધને દાવો કર્યો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500