Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અપાયેલી છુટનો થતો દુરપયોગ સુરત માટે ઘાતક બની શકે:કોરોના સાથે લોક ડાઉન તોડનારા સુરત માટે ખતરો

  • April 25, 2020 

Tapi mitra Newa-લોક ડાઉનમાં બીજા તબક્કામાં લોકોની ખુટેલી ધીરજ અને પોલીસની ઢીલના કારણે સુરત માટે કોરોના સાથે લોક ડાઉન તોડનારા ખતરો બની રહ્યાં છે. સુરતમાં આજે લોક ડાઉન પુરૂ થઈ ગયું હોય તેમ સવારે લોકો વાહન લઈ બહાર નિકળી પડતાં કેબલ બ્રિજની આસપાસ ટ્રાફિક જામ જેવો માહોલ જોવા મળ્યો હતો. તો કોરોનાની ગંભીર હાલત હોવા છતાં પાલ ગૌરવ પથ અને પાલ વોકવેમાં લોકો ર્મોનિંગ વોક માટે મોટી સંખ્યામાં બહાર નિકળતાં હોવાથી કોરોનાનો ચેપ વધે તેવી ભીતી છે.

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાથી લોક ડાઉનમાં બિન જરૂરી બહાર નિકળવાની મનાઈ હોવા છતાં કોટ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં આ કાયદાનો છડે ચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. પાલ ગૌરવ પથ પર પાલિકાના પ્લોટમાં ભરાતા શાક માર્કેટમાં સવારે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. જ્યારે પાલ ગૌરવ પથ પર પાલ હવેલીથી પાલનપોર સુધીના રોડ પર સંખ્યાબંધ લોકો માસ્ક વિના જ મોનિ*ગ વોક પર નિકળી રહ્યાં છે. આ ઉપરાંત પાલથી પાલનપોર વચ્ચે બનાવવામાં આવેલા વોક વેમાં પણ લોકો કસરત કરતાં અને વોકીંગ કરતાં જોવા મળે છે. પોતાને હેલ્થ કોન્સિયસ ગણતાં લોકો શહેરીજનાના હેલ્થ માટે બહાર નિકળી ખતરો ઉભો કરી રહ્યાં છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ઓછું હોવાથી પાલ ગૌરવ પથ અને વોકવેમાં સંખ્યાબંધ લોકો બહાર ફરતાં જોવા મળે છે. આજે સવારે લોક ડાઉન પુરૂ થઈ ગયું હોય તેમ પાલ- અડાજણ વિસ્તારમાંથી લોકો વાહનો લઈને નિકળી પડયા હતા. લોકો મોટી સંખ્યામાં વાહન લઈ નિકળી પડતાં કેબલ બ્રિજ  અને સરદાર બ્રિજ નજીક ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોક ડાઉન હોવા છતાં લોકો મોટી સંખ્યામાં વાહન લઈ નિકળી પડતાં પોલીસની કામગીરી વધી ગઈ હતી. જો પોલીસ બિન જરૂરી બહાર નિકળતા લોકો સામે કડકાઈ નહીં દાખવે તો સુરતમાં કોરોનાની મહામારી વધી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application