Tapi mitra News-લોક ડાઉનનો બીજો તબક્કો અત્યારે ચાલુ છે, કારખાનેદારોએ માર્ચ મહિનાનો પગાર કારીગરોને ચૂકવી દીધો છે. પરંતુ હવે પછીના પગારનો ખર્ચ કાઢવા માટે સરકાર તરફથી આર્થિક પેકેજ મળે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને તે અનુસંધાને કામદારોના પગારની વિગતો આપવાની સુચના છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કેટલાક કારીગરો કામ કરે છે અને તેઓને કેટલો પગાર ચૂકવવો પડશે તેની સઘળી વિગતો ભેગી કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ ઉદ્યોગકારો સાથે વેબ કોન્ફરન્સમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં સૌને કામદારો અને પગારનો આંકડો જણાવવાનું સૂચવાયું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું તે પછી છેલ્લા ૩૫ દિવસથી શહેરના નાના મોટા એકમો સહિત સમગ્ર ટેક્સ્ટાઇલ ઉદ્યોગ બંધ છે. ઉદ્યોગકારોએ માર્ચ મહિનાનો પગાર કારીગર વર્ગને ચૂકવી આપ્યો છે અને હવે આગામી મહિનાના પગારનું ભારણ દરેક કારખાનેદારો ઉપર આવ્યું હોવાથી, સરકાર પાસેથી આર્થિક પેકેજ મેળવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application