Tapi mitra News-મૂળ કલમકુઇ તા.વાલોડ-તાપી નો યુવક કે જે સુરત જિલ્લાના કમલાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના નરેણ સબ સેન્ટર ખાતે ફરજ બજાવે છે તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવતા તંત્ર દોડતું થયું છે.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમલાપુર હસ્તકના નરેણ સબ સેન્ટર ખાતે મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા યુવકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે.આ યુવક નામે હિરેન વિક્રમભાઈ ચૌધરી, (ઉ.વ.32)નું મૂળ વતન તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું કલમકુઇ ગામ છે. તેમણે તા.24-4-2020ના રોજ માંડવી ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 ટેસ્ટ કરાવેલ, જે પોઝેટિવ આવતા તાપી જિલ્લાના આરોગ્ય વિભાગે આ યુવકના વતનના ગામ ખાતે સર્વેની કામગીરી હાથ ધરી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application