Tapi mitra News-સુરત શહેરમાં દિન પ્રતિદીન કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. જેને લઇને કેન્દ્રની ત્રણ ટીમ સુરતમાં આવી છે. સમગ્ર પરિસ્થીતીનું નિરીક્ષણ કરશે. શનિવારે આવેલી ૧ ટીમ કલેકટર કચેરી ખાતે કલેકટર , મનપા કમિશ્નર , પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણો માટે નિકળી છે. આ ઉપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા કંઇ રીતે વધશે તેવી સંભાવના સાથે ડબલ રેટીંગનું કેલક્યુલેશન પણ સમજાવીને લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગ અને લોકડાઉનનું પાલન કરવાની નમ્ર વિનંતી કરી છે. કોરોના વાયરસમાં એસ.એમ.સી.નો વધુ કર્મી ઝપેટાઇ ગયો છે. રાત્રે અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાતા તેના વિવિધ રીપોર્ટ લેવાતા તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બીજી બાજુ સુરતમાં વધુ એક કોરોનાથી મોત નિપજ્યુ છે. કુલ મૃત્યુઆંક ૧૫ અને પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૪૭૨ પહોચી છે.
અમરોલી ખાતે કોરોના પોઝિટિવ દર્દી ૫૮ વર્ષીય દીપકભાઈ રણછોડભાઈ ભટ્ટનું સિવીલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દીપકભાઈ ભટ્ટ મૂળ ભાવનગરના વલભીપુર ગામના વતની હતા. છેલ્લા ૫ વર્ષથી સુરત સ્થાયી થયા હતા.દિપકભાઈ ભટ્ટના પરિવારને અમરોલી ખાતે તેમના નિવાસ સ્થાન રજવાડી પાર્ટી પ્લોટ સ્વીટ હોમ ટેનામેન્ટ ખાતે હોમ ક્વોરન્ટીન કરેલા છે. ત્યાં તેમના પુત્ર ૩૦ વર્ષીય ચિરાગની તબિયત તેમના ઘરે ગઈકાલ સાંજની ખરાબ છે તેને પણ તાવ અને ગળામાં તકલીફ જેવું છે. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિપકભાઇનું સરકારી ગાઇડ લાઇન મુજબ સ્મશાન ભુમિમાં અંતિમ વિધી કરાઇ હતી. ત્યારબાદ પાલિકાએ સ્મશાનભુમિને સેનેટાઇઝરીંગ કર્યુ હતુ. આ ઉપરાંત અડાજણ માઉન્ટ એવન્યુમાં રહેતા અને એસ.એમ.સી.માં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કિરણ મોરે ઘરે જઇ રહ્ના હતો. ત્યારે રસ્તામાં અકસ્માત થતાં તેને સારવાર અર્થે સિવીલમાં દાખલ કરાયા હતા. જયાં જરૂરી સેમ્પલો લેતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ જાઇને તબીબો પણ ચોકી ઉઠ્યા હતા. હાલ કિરણ મોરેના પરિવારને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કિરણ મોરેને કંઇ રીતે ચેપ લાગ્યો તે અંગે પાલિકા પણ માહિતી મેળવી રહી છે. આમ અત્યાર સુધી કુલ મૃત્યુઆંક ૧૫ અને પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૪૭૨ પહોચી છે.નવી સિવિલ હોસ્પીટલમાં ૧ દર્દી વેન્ટીલેટર પર, એક બીપેપ અને ત્રણ દર્દીઓને ઓક્સિજન પર રાખવામા આવ્યા છે. જેમાંથી આજે સવારે ૩.૩૦ વાગ્યે અમરોલીના સ્વીટ હાઉસમાં રહેતાં ૫૮ વર્ષીય દિપક રણછોડ ભટ્ટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એક ૪૫ વર્ષીય મહિલાના બાદ કરતા તમામ મૃતકોની ઉંમર ૫૦ વર્ષની ઉપર છે અને તમામ મૃતકો કોરાના સાથે અન્ય બિમારીથી પણ પીડાતા હતા જેથી તેઓ માટે કોરોના ઘાતક સાબિત થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિ જાણવા માટે દિલ્હીથી ટીમ સુરત પહોંચી છે. કેન્દ્રની ટીમે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ફરી બેઠક કરી છે. કોરોના ને લઈને હાલની સ્થિતિને લઈને સમીક્ષા કરી ફૂડ વિતરણ વ્યવસ્થા તેમજ કામદારોની કઈ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો.
High light-એસએમસીના સિકયુરીટી ગાર્ડને અકસ્મતા નડતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
High light-એક મહિલાને બાદ કરતા તમામ મૃતકોની ઉંમર ૫૦ની ઉપર છે :કેન્દ્ર સરકારની ૧ ટીમ સુરત આવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application