Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન વચ્ચે કન્ટેન્મેન્ટ ઝોન અને હોટસ્પોટથી બહારની દુકાનો ખુલી શકશે,નિર્ણય રાજ્ય સરકાર ઉપર છોડ્યો

  • April 25, 2020 

નવી દિલ્હી:કોરોના મહામારીને કારણે દેશમાં લાગેલા લોકડાઉનમાં કેન્દ્ર સરકારે મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન વચ્ચે આજથી કન્ટેન્મેન્ટ ઝોન અને હોટસ્પોટથી બહારની દુકાનો ખુલી શકશે. જો કે મોલ, શોપિંગ મોલ કે બજારો ખુલી નહિ શકે. સરકારે ગઇ મોડી રાત્રે એક પરિપત્ર જારી કરી છુટછાટ આપવા નિર્ણય લીધો છે. જો કે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. સરકારે રજીસ્ટર્ડ દુકાનોને સશર્ત ખોલવા પરવાનગી આપી છે. જોકે, દુકાનો ખોલવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારો ઉપર કેન્દ્રએ છોડ્યો છે. કેન્દ્રના પરિપત્રના અર્થઘટન મુજબ ગ્રામીણ વિસ્તારોમાં જ દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં છૂટક દુકાનો એટલે કે રહેણાંક વિસ્તારોમાં આવેલી એકલ-દોકલ દુકાનો જ ખુલી રાખી શકાશે. બજારો ખોલવાની હજુ કોઇ મંજૂરી આપવામાં આવી નથી. કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં છેલ્લાં એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રાલયે શુક્રવારના રોજ રાત્રે દેશના લાખો દુકાનદારોને ખુશખબરી આપી દીધી. મંત્રાલયે એક આદેશ રજૂ કરીને શનિવાર સવારે પણ તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ દુકાનોને શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે શોપિંગ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેકસ હજુ ખૂલશે નહીં.આ છૂટ માત્ર એ જ દુકાનોને છે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સરહદમાં આવનાર આવાસીય પરિસરની આસપાસ છે. સાથો સાથ સ્ટેન્ડ અલોન દુકાનો પણ ખૂલી શકશે. નગરપાલિકાના દાયરામાં હાજર બજારની દુકાનો પર આ આદેશ લાગૂ થયો નથી. કહેવાય છે કે ગૃહમંત્રાલયનો આ આદેશ રમઝાનનો મહિનો શરૂ થવાને ધ્યાનમાં રાખી અપાયો છે. સરકારે પોતાના આદેશમાં કેટલીય શરતો પણ લાગૂ કરી છે. તેના મતે તમામ દુકાનો સંબંધિત રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થાપના અધિનિયમની અંતર્ગત રજીસ્ટર્ડ હોવી જોઇએ. આ દુકાનોમાં વધુમાં વધુ ૫૦ ટકા સ્ટાફને જ કામ કરવાની છૂટ છે. સાથો સાથ તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પણ પાલન કરવું પડશે. દુકાનમાં કામ કરનારાને માસ્ક પણ પહેરવું પડશે. આદેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ સ્પષ્ટતા કરી કે નગર નિગમ અને નગર પાલિકાની સરહદમાં આવનાર બજારની દુકાનોને ખોલવાની છૂટ આપી દેવામાં આવી નથી. આ દુકાનો લોકડાઉન તારીખ ૩ મે સુધી બંધ રહેશે. આ સિવાય સિંગલ અને મલ્ટીબ્રાન્ડ મોલ્સ પણ ખોલાશે નહીં. જો કે નગર નિગમ અને નગરપાલિકાના દાયરાથી બહાર બજારની દુકાનો ખુલી શકે છે. તેમને પણ છૂટ અપાઇ છે. આ આદેશ ૧૫ એપ્રિલના રોજ રજૂ કરાયેલા દિશાનિર્દેશો (કલમ) ૧૪જ્રાક્નત્ન સંશોધન છે તેના અંતર્ગત ૨૦ એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને છૂટ અપાઇ હતી. કોરોના હોટસ્પોટ અને કંટેનમેંટ ઝોનમાં આવેલ દુકાનોને પણ ખોલવાની છૂટ મળી નથી. લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી સામાનવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી હતી. તેમાં રાશન, શાકભાજી અને ફળની દુકાનો સામેલ છે. એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના લીધે દુકાનો બંધ રહેવાથી વેપારીઓને કરોડોની નુકસાની થઇ ચૂકી છે. આપને જણાવી દઇએ કે આની પહેલાં ૨૧મી એપ્રિલના રોજ સરકારે જરૂરી પગલું ભરતા સ્કૂલના પુસ્તકોની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી. આ સિવાય વીજળીના પંખા વેચતી દુકાનોને પણ પ્રતિબંધની યાદીમાંથી બહાર કરી દીધી. ગૃહમંત્રાલયે કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં આવેલી બ્રેડ ફેકટરીઓ અને આટા મિલ પણ લોકડાઉન દરમ્યાન કામ શરૂ કરી શકે છે. કોરોના વાયરસ લોકડાઉનની અસર બાળકોના અભ્યાસ પર ના પડે તેના માટે સરકારે આ પગલું ભર્યું હતું. તો જાણીએ આજથી દેશભરમાં કઈ કઈ દુકાનો ખુલશે અને કઈ સેવા બંધ રહેશે (૧)દેશમાં તમામ રાજય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં એવી દુકાનો જે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અંતર્ગત નોંધાયેલી હોય. આ દુકાનો શનિવારથી ખોલી શકાશે. (૨)ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે કેન્દ્ર સરકારે રહેણાક વિસ્તારો નજીક આવેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, જે નગરનિગમ અને નિગરપાલિકાની સરહદ હેઠળ આવતી હોય. (૩) નગરનિગમ અને નગરપાલિકા બહાર સ્થિત નોંધાયેલા માર્કેટ આજથી ખોલી શકાશે.જોકે, દુકાનોમાં ફકત ૫૦ ટકા કર્મચારીથી કામ કરવું પડશે. તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. (૪) ગૃહમંત્રાલયના આદેશ પ્રમાણે, નોન હોટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. અહીં પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. (૫) ગ્રામ્ય અને અર્ધ-ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ દુકાનો ગૃહમંત્રાલયે શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી છે. (૬) શહેરી વિસ્તારમાં રહેણાક વિસ્તારો અને સ્ટેન્ડ અલોન દુકાનોમાં જીવનજરૂરી ન હોય તેવી વસ્તુઓ અને સેવા આજથી શરૂ કરી શકાશે. (૭) ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારની દુકાનોમાં બિન-આવશ્યક વસ્તુઓ અને સેવાઓને આજથી શરૂ કરી શકાશે. (૮) નગરનિગમ અને નાગરપાલિકાની હદમાં માર્કેટ કોમ્પ્લેકસને પણ આજથી ખોલવાની મંજૂરી છે. (૯) કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે આજથી આસપાસની તમામ નાની દુકાનોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના દુકાનો ખોલવાને લગતા ઓર્ડરમાં એક મહત્વની શરત મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિશિપાલિટી વિસ્તારોમાં માર્કેટ કોમ્પલેક્ષની દુકાનો ખોલવા હજુ મંજુરી અપાઇ નથી પરંતુ ઘરની આસપાસ આવેલી તથા રેસિડેન્શિયલ કોમ્પલેક્ષની તથા એકલદોકલ છૂટીછવાઇ દુકાનો ખોલવા મંજુરી અપાઇ છે. જયારે મ્યુનિ.હદની બહાર માર્કેટ કોમ્પલેક્ષમાં પણ દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application