Tapi mitra News-કોરોના વાયરસના પગલે પોલીસ મથકોમાં આરોપીને પકડી લાવી સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલનની સાથે તેને જેલમાં રાખવામાં આવી રહ્યા છે. પલસાણા પોલીસ મથકમાં પણ એક લિસ્ટેડ બુટલેગરને સોશ્યલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખી જમવાનનું આપવામાં આવ્યુ હતુ. પરંતુ પોલીસકર્મીની નજર ચુકવી બુટલેગર ભાગી છુટતા પોલીસ તંત્ર દોડતુ થયુ છે. લોકડાઉનની પરિસ્થીતીમાં પોલીસ કડક અમલની સાથે આરોપીને પકડી રહી છે. તે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તેવી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. સુરત જીલ્લાના પલસાણા પોલીસ મથકમાં દમણનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગર વિનોદ ભૈયાને પકડી પાડી લાવવામાં આવ્યો હતો. કોરોના વાયરસના કારણે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે પોલીસ કર્મીએ તેને સોશ્યલ ડિસ્ટન્સના આધારે જમવાનું આપ્યુ હતુ. પરંતુ વિનોદ ભૈયા સોશ્યલ ડિસ્ટન્સનો લાભ લઇ પોલીસકર્મીની નજર ચુકવી ભાગી છુટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ કર્મીએ થોડીવાર પછી ઉચ્ચ અધિકારીને કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. બુટલેગર વિનોદ ભૈયા સામે પલસાણામાં અગાઉ ત્રણ ગુના નોધાયા છે. આ સિવાય અન્ય તાલુકામાં પણ વિનોદ વિરૂધ્ધ ગુના નોધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application