Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં મહિલાના મોતથી આંક ૧૪ પર પહોંચ્યો,કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • April 24, 2020 

Tapi mitra News-સુરતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ૧૧ નવા કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા ૪૬૫ પર પહોંચી ગઈ છે. આમ સવારે હનીપાર્ક રોડ સરસ્વતી સ્કુલની પાસે ઇ.ડબલ્યુ. આવાસમાં એક મહિલા સહિત બે ના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.  જ્યારે ગત રોજ જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા થોડી રાહત થઈ છે. આજે વધુ ૧ મહિલા દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક ૧૪ પર પહોંચ્યો છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા મળી અત્યાર સુધીમાં ૧૭ લોકોને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. દરમ્યાન શુક્રવારે સવારે ૬ વાગ્યાથી સુરત શહેરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક શંકાસ્પદ વૃધ્ધનું મોત નિપજયુ હતુ. જો કે રીપોર્ટ નેગેટીવ આવ્યો  છે.

સુરતનાકોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. નાનપુરા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય સવિતાબેન વિજયકુમાર નાગરને ૨૧મીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ડાયાબિટીસ અને હાયપરટેન્શનની તકલીફ હતી. જેનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું. સુરતના આઇટી વિભાગની કચેરીમાં કામ કરતા વિજય વીરેન્દ્ર પ્રસાદ નામના કર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.  સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીનું પણ મોત થયું હતું. જોકે તેમના મોત બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૬૪ વર્ષીય મધુસૂદન બાબુભાઈ લંકાપતી છેલ્લા બે દિવસથી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હતા. બુધવારે શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં રિપોર્ટ આવે તે પહેલા જ બુધવારે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. જોકે ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હનીપાર્ક રોડ સરસ્વતી વિદ્યાલયની પાસે ઇ.ડબલ્યુ.એસ. આવાસમાં રહેતા સાવિત્રી બેન ત્રિવેદી અને ૩૩ વર્ષીય કેશવ રાઠોડનો રીપોર્ટ પોઝીટીવ આવતા પાલિકા તંત્ર દોડતુ થયુ છે. પાલિકાએ બંનેને નવિ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તેમના પરિવારજનોને કોરોન્ટાઇનમાં મોકલી આપ્યા છે. આ વિસ્તારને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઇ.ડબલ્યુ.એસ. આવાસમાં ૧,૨૦૦ જેટલા લોકો રહે છે. અને ૩૦૦ મકાનો આવેલા છે. ખાસ કરીને કેશન રાઠોડ ઇ.ડબલ્યુ.એસ. આવાસમાં ગેરકાયદેસર પાન , મસાલા , બીડી , સીગરેટની સાથે અનાજ કરીયાણાનું વેચાણ પણ કરતો હતો. તેના સંપર્કમાં આવેલા તમામને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ સુરતના કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આમ સુરતમાં વધુ ૧૧ કેસ પોઝીટીવ હોવાનો સામે આવતાઆંકડો ૪૬૫પર પહોîચ્યો છે. વહેલી સવારે ૬ વાગ્યે ચાર પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી વિસ્તારમાંથી કર્ફયુ ઉઠાવી લેવામાં આવતા લોકો રમઝાનની ખરીદી માટે નિકળ્યા હતા. પરંતુ લોકડાઉન હોવાના કારણે દુકાનો ૧૧ વાગ્યા સુધી જ ખુલ્લી જાવા મળી હતી. high light-પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કર્ફ્યુ ઉઠાવાયો શંકાસ્પદ લક્ષણો સાથે મોતને ભેટેલા વૃધ્ધનો રીપોર્ટ નેગેટીવ આવ્યો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application