Tapi mitra News-કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયામાં ‘તા.૨૪ થી ૨૭ એપ્રિલ દરમિયાન શાકભાજી, કરિયાણાની દુકાનો બંધ રહેશે’ એવા મેસેજ ફરતાં થયાં હોવાથી જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે આજ રોજ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ‘તા.૨૪ થી ૨૭ એપ્રિલ દરમિયાન શાકભાજી, કરિયાણા જેવી દુકાનો બંધ રાખવાનો જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા કે સુરત શહેર અને ગ્રામ્ય પોલિસ દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી. તા.૦૩જી મે સુધી લોકડાઉનના પ્રવર્તમાન નિયમો મુજબ જનજીવન રાબેતા જે મુજબ ચાલી રહ્યું છે, એ પ્રમાણે ૩જી મે સુધી શરૂ રહેશે.જેથી આ પ્રકારની અફવાથી નાગરિકોએ ગેરમાર્ગે ન દોરાવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.
High light-તા.૦૩જી મે સુધી લોકડાઉનના પ્રવર્તમાન નિયમો જનજીવન રાબેતા મુજબ ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application