Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેર અને જિલ્લાના કુલ મળીને ૪૫૪ કેસો નોંધાયા,૧૩ દર્દીઓ ના મોત

  • April 24, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૩મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં આજે કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૪૩૮ થઇ છે. ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે ૧૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૧૭૮ કેસો નોંધાયા છે. કુલ ૯૩૧૩ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૪૩૮ પોઝિટીવ કેસો નોંધાયા છે. રાંદેર સહિત કર્ફ્યુંગ્રસ્ત વિસ્તારમાં છેલ્લાં ૨૪ કલાકમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. અમરોલી સહિત કુલ ૧૪ જેટલા ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ દ્વારા સઘન ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, વરાછા અને કતારગામ વિસ્તારની જાગૃત્ત મહિલાઓ ડોલ/બાલ્ટી લઈને શાકભાજી ખરીદવા જઈ રહી છે, જે સરાહનાને પાત્ર છે. આ પ્રયોગ કોરોનાના સીધા સંક્રમણથી બચાવે છે. શહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૫૦૬૫ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી શહેરમાં ૯૧,૭૨૮ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે. સ્લમ વિસ્તારમાં ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે. શ્રી પાનીએ કહ્યું કે, દુકાનોમાં સેનિટાઈઝરની વ્યવસ્થા ન કરનાર દુકાનદારોને રૂ.૧,૪૪,૩૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૭.૯૫ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટની સામાજિક સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની તમામ સામાજિક સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે શહેરીજનોને લોકડાઉન તેમજ કર્ફ્યુંનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૧૬ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લાના કુલ મળીને ૪૫૪ કેસો નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application