Tapi mitra News-કોરોના કહેર વચ્ચે કેટલાક લોકો હવે નામ બદલીને ટેસ્ટ કરાવતા હોવાનું બહાર આવતા સુરત પાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. છેલ્લા બે દિવસમાં ત્રણ પોઝિટિવ દર્દી એવા નોંધાયા છે કે જેમણે હેલ્થ વર્કર પાસે ટેસ્ટ આપતી વખતે ખોટું નામ-સરનામું લખાવ્યું હતું અને પછી જ્યારે રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તે મળી આવ્યા ન હતા. એક પોઝિટિવ દર્દીને લિંબાયત વિસ્તારમાં પાલિકાની ટીમ છેલ્લા બે દિવસથી શોધી રહી હતી અને આખરે તે મળી આવતા તંત્રને હાશકારો થયો હતો.
લોકડાઉનનું ઉલ્લઘંન સૌથી વધુ લિંબાયત ઝોનમાં થયું હતું, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ યોગ્ય રીતે રખાયું ન હતું. જેના જ કારણે આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાંવધારો નોંધાયો છે એવું પાલિકા કમિશનરે જ કહ્યું છે. હવે જ્યારે આ વિસ્તારમાં કમ્યુનિટી ટેસ્ટ થઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાનો ટેસ્ટ તો કરાવે છે પણ જે માહિતી હેલ્થ વર્કરને લખાવે છે તે ઇરાદાપૂર્વક ખોટી અથવા તો ભૂલભરેલી આપે છે. જેના કારણે જ્યારે આ વ્યક્તિ પોઝિટિવ આવે અને પાલિકાની અન્ય ટીમ કોરોના સંક્રમિત એવી આ વ્યકિતને તેના ઘરે લેવા માટે જાય તો તે મળી આવતા નથી. આવા ત્રણ કિસ્સા પાલિકાના ચોપડે નોંધાયા છે. લિંબાયતના નાયબ આરોગ્ય અધિકારી એસ. એસ. દાસે જણાવ્યું કે, બે દિવસ પહેલા રવિ રાજુ મોરે નામના એક યુવકે પોતાનું સરનામું પંચશીલ સોસાયટી પાસે લખાવ્યું હતું. જ્યારે તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે મળી આવ્યો ન હતો. પછી તેની શોધખોળ શરૂ કરી તો તે ભાઠેનાની ઝૂપડપટ્ટીમાંથી મળ્યો હતો. આવી જ રીતે અન્ય બે પોઝિટિવ સંક્રમિતોએ પણ કર્યું હતું. આ ત્રણેયને શોધી કઢાયા છે અને નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં શિફ્ટ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application