Tapi mitra News-પાલમાં ટ્રમ્પ પ્લાઝામાં આવી રહેલા ક્વોરન્ટાઇન સેન્ટરને લઈને નજીકમાં આવેલી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ સેન્ટરને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પાલ ગૌરવ પથ એરિયા સંપૂર્ણ રેસિડેન્સીયલ એરિયા છે.અને ટ્રમ્પ પ્લાઝાની માત્ર ૧ કિમી એરિયામાં હજારો રેસિડેન્સીયલ સોસાયટીઓ આવેલ છે. જેમાં લાખો નાગરિકો રહે છે.જેમાં નાના બાળકો અને સિનિયર સિટીઝન્સ પણ છે.આ ક્વોરન્ટાઇન સેન્ટર ટ્રમ્પ પ્લાઝામાં લાવવાથી આ લાખો નાગરિકો , બાળકો , સિનિયર સિટીઝન્સને કોરોનાનો ચેપ લાગવાનો ભય છે. રહીશોએજણાવ્યું હતું કે, અમે એવું પણ જાણ્યું છે કે અડાજણના અમુક વિસ્તારમાં મહિલા હોસ્ટેલનું ક્વોરન્ટીન સેન્ટર ખસેડવાનું નક્કી થયેલ હતું. પરંતુ તે વિસ્તારના નાગરિકોના કોરોના ચેપ લાગવાની શક્યતાઓ અને તેમનો વિરોધ હોવાથી તે જગ્યા એ ક્વોરન્ટીન સેન્ટર ન લઈ જતા ટ્રમ્પ પ્લાઝામાં લાવવામાં આવે છે. મતલબ જે તે એરિયાના લોકોને હિત અને ભયને ધ્યાન માં લઇ ક્વોરન્ટીન સેન્ટર ખસેડવાનો નિર્ણય સુરત તંત્રએ લીધો છે. જેથી અમારી પણ રજૂઆત છે. દરમિયા તંત્ર દ્વારા રહીશોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application