Tapi mitra News-લોક્ડાઉનમાં ઘરમાં નજર કેદ થઇ જવાથી કંટાળેલા મિત્રો શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં કબાબની પાર્ટી કરવા એક્ઠા થયા હતા. પરંતુ તેની ગંધ પોલીસને આવી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. લોક્ડાઉનના ક્ડક અમલ માટે પેટ્રોલીંગ કરી રહેલા ઉમરા પોલીસ મથકના પીએસઆઇ બી.બી. ગોંડલીયા સ્ટાફ સાથે પાર્લેપોઇન્ટના નર્મદા એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કેટલાક યુવાનોનો અવાજ આવી રહ્યો હતો. જેથી પોલીસે એપાર્ટમેન્ટમાં જઇ તપાસ કરતા બીજા માળે ફલેટ નં. ૨૦૩માં રહેતા પ્રકાશ ઉર્ફે લાલા માધુભાઇ પાટીલના ઘરે તેના મિત્ર દત્તા ધુદાપ્પા નાગમો, રાજેશ શાંતિલાલ પટેલ , પિયુષ પ્રવિણ પટેલ , રાજેશ કનૈયાલાલ યાદવ , મનોજ ધનસુખ પટેલ , દિપક મારૂતિભાઇ જાદવને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત તમામની પુછપરછ કરતા કબુલાત કરી હતી કે, કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોક્ડાઉનને પગલે તેઓ છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં નજર કેદ જેવા થઇ ગયા હોવાથી કંટાળી ગયા હતા. જેથી તેમણે પ્રકાશ ઉર્ફે લાલાના ઘરે કબાબની પાર્ટીનું આયોજન કર્યુ હતું. પોલીસ તમામ વિરૂધ્ધ એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી જેલના સળિયા ગણાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application