Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સીએમઓને ટ્વીટ કરાયું:૩૨ મજદૂરો કે પાસ રાશન નહિ કૃપયા ઉસ તક મદદ પહુંચાયે,સચિન પોલીસ મદદે પહોંચી

  • April 24, 2020 

Tapi mitra News-શહેર પોલીસ દ્વારા સોશિયલ મિડીયાના માધ્યમથી માત્ર લોક્ડાઉનનો ભંગ કરનારને જ નહિ પરંતુ વૈશ્વિક મહામારીના કટોકટીના સમયે જરૂરિયાતમંદને રાશન કીટ પણ પહોંચાડે છે. સચીન જીઆઇડીસી હોજીવાલામાં કેટલાક લોકો પાસે રાશન નથી તેવી ટ્વીટ સીએમઓ ગુજરાત અને ગુજરાત પોલીસને કરવામાં આવતા તુરંત જ સચીન પોલીસ વ્હારે આવી હતી અને રાશનની કીટ પહોંચાડી હતી. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સક્રમણને અટકાવવા જાહેર કરવામાં આવેલા લોક્ડાઉનના ક્ડક અમલ માટે પોલીસે સોશિયલ મિડીયાનો આશરો લીધો છે. પોલીસ દ્વારા લોક્ડાઉનનો ભંગ કરનારના વિડીયો અને ફોટો થકી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જો કે પોલીસ માત્ર કાયદેસરની કાર્યવાહી કરવા જ નહિ પરંતુ રાશન કીટ પણ પહોંચાડે છે. ટ્વીટર પર ખબર લહિયા નામના એક એકાઉન્ટ ધારકે ગત રોજ ટ્વીટર પર પોસ્ટ કરી હતી કે હરિશચંદ્ર ઓર ઉનકે સાથ ઉનકે ૩૨ સાથી મજદૂર સુરત કે દિયે ગયે પતે પર હે, ઉનકે પાસ રાશન નહિ હે. કૃપયા ઉન તક મદદ પહુંચાયે અને સરનામું લખ્યું હતું સચીન જીઆઇડીસી ઉદ્યોગનગર કંપની રોડ નં. ૨૫ હોસ્પિટલ કે સામને અને મોબાઇલ નંબર લખી ટ્વીટ સીએમઓ ગુજરાત અને ગુજરાત પોલીસ સહિત ચાર જણાને કરવામાં આવી હતી. આ પોસ્ટને ધ્યાને લઇ તુરંત જ ગુજરાત પોલીસ અને સીએમઓ દ્વારા સચીન પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ એ.એમ. જાની સ્ટાફ સાથે એનજીઓ અને સેવાભાવી લોકોની મદદથી રાશન કીટ લઇ પહોંચી ગયા હતા. પાંચથી છ રૂમમાં રહેતા ૨૫થી ૩૦ જણા માટે અઠવાડિયા સુધી ચાલે એટલા રાશનની વ્યવસ્થા કરાવી માનવીય અભિગમ દાખવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application