ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:આજે એક પણ નવો પોઝીટીવ કેસ નથી પરંતુ અત્યાર સુધી કોરોના પોઝીટીવના ૧૧ કેસ હતા જેમાંના ગત ૧૫ એપ્રિલે પ્રથમ ૨ પોઝીટીવ કેસ આવ્યા હતાં તે પૈકીની ડુમખલ ની મહિલા ની હાલત ગંભીર, નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ નો આંકડો ૧૧ દર્દીઓ પર સ્થિર છે નવા કોઈ પોઝીટીવ કેસ જોવા મળ્યા નથી પરંતુ ૧૧ પૈકી ગત ૧૫ એપ્રિલે શરૂઆત માજ પોઝીટીવ આવેલા બે કેસો પૈકી ની એક ડુમખલ ગામની વૃદ્ધા સરિતાબેન નટવરભાઈ જાધવ ની હાલત વધુ ખરાબ થતા તેમને વડોદરા ગોત્રી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા છે.જોકે આ બાબતે રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તા એ જણાવ્યું હતું કે વડોદરા રીફર કરાયેલા દર્દીને શ્વાસ ની તકલીફ વધતા તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application