ઈકરામ મલેક દ્વારા રાજપીપળા: હાલ કોરોના ના કહેર ને કારણે સમગ્ર ભારત માં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કેલી માં મુકાયું છે તેવામાં ઘણા નેતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ લોકોની વ્હારે આવ્યા છે.ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ વાંદરી ગામ કે જે કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ એહમદભાઈ પટેલે દત્તક લીધુ છે તે ગામમાં પેહલા રસ્તાની સુવિધા ન હતી કોઈ બીમાર પડે કે હોસ્પિટલ લઈ જવાનું થાય તો ઝોળી બનાવી લઈ જવા પડતા ઉપરાંત વીજળી ની સુવિધા પણ ન હતી લોકોને ખેતી કરવા માટે સિંચાઈ નું પાણી પણ મળતું ન હતું ત્યારે અહેમદભાઈ પટેલે દત્તક લીધા બાદ વાંદરી ગામ માં રોડ રસ્તા,વીજળી,સિંચાઈ સહિત ની સુવિધાઓ ઉભી થઇ છે.
હાલ જ્યારે કોરોનાની મહામારી ના કારણે લોકડાઉન ની પરિસ્થિતિમાં લોકોની રોજી રોટી પણ બંધ થઈ છે અને ગરીબ મજૂરીયાત લોકો નિરાધાર બન્યા છે એ પરિસ્થિતિ માં અહેમદભાઈ પટેલ ની સૂચના મુજબ વાંદરી ગામમાં ગરીબ જરૂરીયાતમંદોને નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા એ આજરોજ ૧૭૫ જેટલી અનાજ ની કિટનું વિતરણ કર્યું હતું. સાથે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ વસાવા, ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દેવજી ભાઈ વસાવા, ડેડીયાપાડા એ.પી.એમ.સી ચેરમેન જાતર ભાઈ સહિત ના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદ એહમદભાઈ પટેલ ની સૂચના મુજબ તેમણે દત્તક લીધેલ નર્મદા જિલ્લાના વાંદરી ગામે ૧૭૫ જેટલી અનાજની કીટ નું વિતરણ કર્યું છે એહમદ ભાઈ એ દત્તક લીધા બાદ આ ગામમાં રસ્તા, વીજળી,સિંચાઈ અને શિક્ષણની સુવિધાઓ ઉભી થઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500