હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:હાલ સમગ્ર ભારત માં કોરોનાની વેશવિક મહામારી ના લીધે લોક ડાઉન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સભા ના સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામ ના લોકો ની વ્હારે આવ્યા છે.તેમણે ૨૦ દિવસ ચાલે એટલું અનાજ શાકભાજી સહિત ની જીવન જરૂરિયાતની સામગ્રી નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવા ને તાત્કાલિક મોકલી ૫૦૦ થી વધારે કિટો બનાવી જીવન જરૂરિયાત સામગ્રી લોકો સુધી પોહચાડી હતી. જેથી લોકો ખુશ જોવા મળ્યા હતા ગામમાં રહેતા લાલજી ડૂસીયા વસાવા એ તો આદિવાસી ભાષામાં તેમના આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અને બોલ્યા હતા કે અહેમદ પટેલ શા ભગવાન તુમન જીવતા રાખો તેમ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી સાંસદ અહેમદ પટેલ એ જ્યારથી વાંદરીગામને દત્તક લીધું છે ત્યારથી ગામનો નાનામાં નાના પ્રશ્ન ની પણ ચિંતા કરી ગામની કાયાપલટ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application