Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:માયપુર ગામને ક્વોરોન્ટાઇન વિસ્તાર જાહેર કરાયો:૬ ફળિયાના ૨૭૧ કુટુંબો (૧૧૭૧ વસ્તી) થયા હોમ ક્વોરોન્ટાઇન

  • April 22, 2020 

Tapi mitra News-વ્યારા તાલુકાના માયપુર ગામે એક મહિલાનો "કોરોના" ટેસ્ટનો રિપોર્ટ પોઝેટિવ આવતા તેમને જિલ્લા વહીવટી તંત્ર વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેટ કર્યા છે.માયપુર ગામના ૩૫ વર્ષની ઉંમરના કંસાબેન સેવનભાઈ ગામીતનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમના પરિવારના ત્રણ સભ્યોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, તેમ જણાવતા તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આ બેનના સંપર્કમાં આવનારા ૬ પોલીસ જવાનો અને ૨ ગ્રામ રક્ષક દળના જવાનોને પણ હોમ કોરોન્ટાઇન કરવા સાથે તેમના "કોરોના" ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમ જણાવ્યું હતું. જિલ્લાના મીડિયાકર્મીઓ સાથે ચર્ચા કરતા કલેકટરશ્રી એ જિલ્લામાંથી અત્યાર સુધી ૧૬૬ સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે, જે પૈકી ૧૫૬ નેગેટિવ, ૧ પોઝેટીવ અને ૯ રિપોર્ટ પેન્ડિંગ છે તેમ જણાવ્યું હતું. કલેકટર શ્રી હાલાણીએ, તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માયપુર ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને, ગામના તમામ વિસ્તારોને ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવા સાથે, ગ્રામજનોને ઘરની અંદર જ રહેવા, અને તેમને આવશ્યક ચીજવસ્તુઓની જરૂરત હોય તો તે તેમને ઘરબેઠા જ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ ઉમેરી, ગ્રામજનોને ફેસ માસ્કના વિતરણ સાથે તેમને સોશિયલ ડિસ્ટનસિંગ વિશે સમજ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.વ્યારા તાલુકાના માયપુર ગામના ૬ ફળિયાની ૧૧૭૧ ની વસ્તી (૨૭૧ કુટુંબ) માટે આરોગ્ય વિભાગની ૬ ટિમો તૈનાત કરીને, ઘનિષ્ઠ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવા સાથે, સેમ્પલ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ પણ શ્રી હાલાણીએ વધુમાં ઉમેર્યું હતું.જિલ્લાના પ્રજાજનોને "લોકડાઉન"ના નિયમોનું કડક રીતે પાલન કરવા સાથે બિનજરૂરી ઘર બહાર નહિ નીકળવાની તાકીદ કરતા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવાની પણ સૌ નાગરિકોને અપીલ કરી છે.દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણીએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ની કલમ-૨, અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે માયપુર ગામને Covid-19 કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી, પ્રજાજનોને હોમ ક્વોરોન્ટાઇન રહેવાનો હુકમ કર્યો છે.સાથે ગામના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતના પગલાંઓ લેવામાં આવ્યા છે.આ પ્રતિબંધિત હુકમમાંથી અધિકૃત કરેલા અધિકારી દ્વારા અપાયેલી પરવાનગી ધરાવતા વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે.જાહેરનામાંના ભંગ બદલ કડક કાર્યવાહીના નિર્દેશ પણ અપાયા છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application