Tapi mitra News-દેશભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના વધતા જતા કેસને કંટ્રોલ કરવા માટે સતત ફરજ બજાવતા તંત્રની નીંદ હરામ થઈ છે,તાપી જિલ્લા સહિત રાજ્યનાં તમામ પોલીસ કર્મચારીઓ કાયદાની અમલવારી કરાવવા માટે દિનરાત મહેનત કરી રહ્યા છે ત્યારે પ્રથમ તબક્કામા થોડી છૂટછાટ બાદ ફરીથી સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ સંદર્ભે લોકો ચુસ્તપણે કાયદાનું પાલન કરી દેશ ઉપર આવી પડેલ કોરોનાં વાઈરસની મહામારીમાંથી મુક્ત થઇ ફરી પોતાના કામ ધંધે લાગે તેવું દરેક લોકો ઇચ્છી રહ્યા છે.આ અંગે અપીલ કરાઈ રહી છે. ત્યારે અમુક લોકો દ્વારા જાહેરનામાનો ભગ કરી તેઓ શેરી મહોલ્લા ખાતે એકઠા થઇ બેસતા લોકો તેમજ ખોટી રીતે બજારમાં આટાફેરા કરતા લોકો સામે કાયદાકીય પગલાં લેતા તાપી પોલીસ દ્વારા આજરોજ વધું 37 ઇસમોની સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ જુદીજુદી કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
High light- ક્યાં કેટલા લોકો સામે ગુનો નોંધાયો ??
(1) સોનગઢ- 8
(2) વ્યારા- 5
(3) વાલોડ- 10
(4) નિઝર અને કુકરમુંડા- 2
(5) ઉચ્છલ- 5
(6) કાકરાપાર - 1
(7) ઉકાઈ - 4
(8) ડોલવણ - 2
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application