Tapi mitra News-વ્યારાના માયપુર ગામની ભાઠી ફળિયામાં રહેતી મહિલાનો કરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની સાથેસાથે નજદીકના ગ્રામ પંચાયતના સત્તાધીશો સતર્ક બન્યા છે.
વાલોડમાં બાજીપૂરા (કમાલછોડ)ગ્રામ પંચાયત વિસ્તારોમાં બહારગામથી આવતા વ્યક્તિઓને પંચાયતની જાણ બહાર ઘરમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જોકે મકાન માલિક બહારગામથી આવેલ વ્યક્તિને ઘરમાં રાખશે અને પંચાયતને જાણ થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.બાજીપૂરા (કમાલછોડ)ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ તમામ વોર્ડના સભ્યોને જાણ કરવામાં આવી છે તે મુજબ સરકારશ્રીની નવી સુચના તેમજ કલમ ૧૪૪ મુજબ બાજીપૂરા ગામમાં કોઇપણ બહારથી આવનાર વ્યક્તિને ગ્રામ પંચાયતની જાણ બહાર પ્રવેશ આપવો નહી.જો આવો કોઈ પણ બનાવ ગ્રામ પંચાયતની જાણ બહાર બનશે તો ઘરમાં રાખનાર ઘર માલિકને સરકારની સુચના મુજબ દંડ કરવામાં આવશે. તેમજ કલમ ૧૪૪ મુજબ એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.તેમજ આવા કોઈ પણ ઇસમ બહારથી આવેલ હોય તો તેમના નામ,સરનામાં ઘર નંબર સહિત,મોબાઈલ નંબર, ક્યાંથી અને ક્યારે આવેલ છે. તેની જાણ ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય કેન્દ્રમાં લેખિતમાં કરવાની રહેશે. ઉપરાંત સાવચેતીના ભાગરૂપે અત્યંત આવશ્યક કામ વગર ઘરની બહાર નીકળવું નહી,લોકોના સીધા સંપર્કમાં આવવું ટાળવું,ટોળું ભેગું થવું નહી,સફાઈનું ધ્યાન રાખવું, જે બાબતનીન અપીલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવી છે.તેમજ બહારના વ્યક્તિઓ ગામમાં પ્રવેશ ન કરી શકે તે માટે બે નવી ચેકપોસ્ટ ઉભી કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application