Tapi mitra News-સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ ઍટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની ઍ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે તાપી જીલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે. કોરોના (કોવીડ-19) અંતર્ગત જિલ્લામાં ઍકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું તેમજ જિલ્લામાં અત્યારસુધીમાં 150 જેટલા લેવામાં આવેલ નમુના પૈકી 141 દર્દીઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. 9 રિપોર્ટ બાકી હોવાનું જાણવા મળ્યું છે. આજ દિવસ સુધી તાપી જીલ્લામાં એકપણ કેસ પોઝીટીવ નથી.જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application