Tapi mitra News-કોરોના ની મહામારી અટકાવવા સમગ્ર દેશને લોક ડાઉન કરાયું છે ત્યારે સોનગઢની બેન્કોમાં ખુલ્લેઆમ સામાજીક અંતરના અભાવે એકજ સ્થળે લોકોની ભારેભીડ ના દ્રશ્ય જોવા મળ્યા હતા, નિયમો નું ઉલ્લંઘન થવાથી લોકો ઉપર જોખમ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાનો વાયરસ ન ફેલાઇ તે માટે દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારી ને ત્રણ મે સુધી લંબાવવાની જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.
સરકાર અને સ્થાનિક તંત્ર સતત સોશિયલ ડિસ્ટન્સ એક વ્યક્તિએ બીજા વ્યક્તિથી ઓછામાં ઓછી એકથી દોઢ મીટર ની દુરી રાખવા માટે ડિસ્ટન્સ ની અપીલ કરે છે.સોનગઢ ખાતે કાર્યરત બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સહિતની કેટલીક બેન્કોમાં લોકોની ભારે ભીડના દ્રશ્ય જોવા મળયા હતા, લોકડાઉન નો ખુલ્લેઆમ ભંગ જોવા મળી રહ્યો છે અને લોકડાઉન એક પ્રકારનું ફારસ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.બેંન્કો પાસે પણ લાંબી કતારો લોકોની જોવા મળે છે જેમાં કોઈ પણ જાતની વ્યવસ્થા જોવા મળતી નથી વહેલી સવારથી લોકો લાઈનમાં ગોઠવાઈ જતા હોય છે લોકોની એટલી ભીડ જામી હોય છે કે કોરોના નાથવા માટે સોશિયલ ડિસ્ટન્સ ના જાણે લીરે લીરા ઉડયા છે. લોકો લાંબી લાઈનમાં એકબીજાને અડકીને ઉભા રહે છે ઉપરાંત એક સાથે લાઇન લગાવી ઉભેલા લોકોને ડિસ્ટન્સ માં રાખવાની જાણે કોય સુવિધા નથી, કોરોના ના રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સ ના જાણે લીરે લીરા ઉડયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થાય છે.સરકાર સતત સોશિયલ ડિસ્ટન્સ ની વાત કરે છે ,સોનગઢની બેંન્કો માં સોશિયલ ડીસ્ટન નો કોઈ અર્થ સરતો નથી,નિયમનો ઉલ્ળીયો થતુ હોય તેવુ લાગી રહયુ છે, સામાજીક અંતરનો અભાવ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application