Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન ભંગ બદલ તાપી જીલ્લામાં 47 લોકો સામે ગુના નોંધાયા

  • April 20, 2020 

Tapi mitra News-ગુજરાતમાં હાલ કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ગુજરાત પોલીસ સહિત તાપી જિલ્લા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કમર કસી રહી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક માત્રામાં અપીલો છતાં લોકડાઉન પ્રક્રિયામાં સહયોગ આપવાના બદલે આ સંદર્ભે નિયમોનો ભંગ કરનારા સામે હવે કડક હાથે કામ લેવાનું આરંભ્યું છે. તાપી જીલ્લામાં આજરોજ જવાબદારો સામે કલેકટરના જાહેરનામાના ભંગ સહિતની કલમો મુજબ કુલ 47 લોકો સામે ગુના દાખલ કરાયા હતા. લોકો શિસ્તનું પાલન નહીં કરે તો કાયદો હજુ પણ વધુ કડક થઇને કામ કરશે મુજબનું જાણવા મળે છે.કોરોનાને કારણે તાપી જીલ્લામાં લોકડાઉનની સ્થિતિ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જિલ્લાની પોલીસ કમર કસી રહી છે. ત્યારે જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કલેકટરના જાહેરનામાં અને લોકડાઉન ભંગ કરનાર 47 લોકો સામે ગુના નોંધાયા છે. High light- ક્યાં કેટલા લોકો સામે ગુનો નોંધાયો ?? (1) સોનગઢ- 11 (2) વ્યારા- 5 (3) વાલોડ- 12 (4) નિઝર અને કુકરમુંડા- 1 (5) ઉચ્છલ- 8 (6) કાકરાપાર - 3 (7) ઉકાઈ - 5 (8) ડોલવણ - 2


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application