તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલન મીરકોટ ગામે ૫૮ વર્ષીય આધેડ મહિલાએ બીમારીથી કંટાળી ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર તા.૧૯મી મે નારોજ,ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ ની સીમમાં આવેલ ડુંગર ની પડતર જમીનમાં મહુડાના ઝાડ ની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આધેડ મહિલએ આપઘાત કર્યો હોવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે નિમજીભાઈ નૂરજીભાઈ ગામીતે ઉચ્છલ પોલીસ ને જાણ કરી હતી,રમતાબેન નિમજીભાઈ ગામીત(ઉ.વ.૫૮)ને છેલ્લા એક વર્ષથી દમ તથા શ્વાસો-શ્વાસની બીમારીથી પીડાતી હોય,દેશી ઉપચાર કરાવા છતાં સારું ના થતા બીમારીથી કંટાળી જઇ જાતે પોતે મહુડાના ઝાડ ની ડાળી સાથે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાની ફરિયાદ કરી હતી.બનાવ અંગે ઉચ્છલ પોલીસે ફરિયાદ ને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application