ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:કોરોના વાયરસની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરવાં માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તા. ૨૫-૩-૨૦૨૦ થી તા. ૧૮-૪-૨૦૨૦ આજદિન સુધીમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખીને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કુલ-૪૪૪ કેસો કરી કુલ ૯૨૮ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકડાઉની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતાં કુલ ૬૮૫ જેટલાં વાહનો ડિટેઇન કરીને કુલ. રૂા ૧,૯૬,૧૦૦/- ની રકમ દંડ પેટે વસુલ કરાઇ છે આમ, લોકડાઉનના ચુસ્ત અમલ દ્વારા નાગરિકોને “ઘરમાં રહો-સુરક્ષિત રહો” ની જિલ્લા પોલીસતંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application