Tapi mitra News-દેશ અને દુનિયાને કોરોનાએ બાનમાં લીઘી છે. કોરોનાનો કહેર વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કારણે 48 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૨૭૨ પર પહોચી છે.
સદનશીબે હજુ સુધી તાપી જિલ્લામા કોરોનાનો પગપેસારો થયો નથી. અત્યાર સુધી લેવાયેલા તમામ નમુનાઓના રીપોર્ટ નેગેટીવ આવી રહ્યાં છે. ગતરોજ મહુવા તાલુકામાં કોવીડ-19 પોઝીટીવ દર્દીઓ મળી આવતા સીધા તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. પોઝીટીવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવતા ડોલવણ સુધીની હિસ્ટ્રી જાણવા મળી હતી. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ડોલવણના પાટી ગામના સાત ઘરોના લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તથા જુદાજુદા ગામના 11 હોમગાર્ડ મળી કુલ 46 લોકો ક્વોરેન્ટાઈન હેઠળ છે. તેમજ મહુવરિયા ગામનું કોવીડ-19 પોઝીટીવ શિવાનીબેન અજીતભાઈ ચૌધરી(ઉ.વ.23) તા.મહુવા જી.સુરત ના સંપર્ક આવેલ ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામના કારભારી ફળીયાના પ્રવિણાબેન ગામીત અને તેમના પિતા કાંતિલાલ ધીરુભાઈ ગામીત બંને જણા પોઝીટીવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા. તેમજ પિતા-પુત્રીના સંર્પકમાં આવેલા આનંદપુર ગામના 14 વ્યક્તિઓ અને સોનગઢના મોટીભૂરવાણમાં 1 વ્યક્તિ મળી 15 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
High light-ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામ સુધી પિતા-પુત્રીની ટ્રાવેલ હિસ્ટ્રી.....
કોવીડ-19 પોઝીટીવ શિવાનીબેન ચૌધરી(ઉ.વ.23) રહેવાસી,તા.મહુવા જી.સુરત નાઓ તા.14મી એપ્રિલ નારોજ કિરણ હોસ્પીટલ સુરત ખાતેથી તેમની મિત્ર પ્રવિણાબેન ગામીત અને તેમના પિતા કાંતિલાલ ધીરુભાઈ ગામીત સાથે તેમની પોતાની ફોરવ્હીલ ગાડીમાં વ્યારા સુધી આવ્યા હતા.
ઉચ્છલના આનંદપુર ગામના કારભારી ફળિયામાં પિતા-પુત્રી સાંજે પહોંચ્યા હતા.અને પોતાના ઘરે રહેતા હતા.તા. 17મી એપ્રિલ નારોજ શિવાનીબેન ચૌધરી કોવીડ-19 પોઝીટીવ આવતા. પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ હોવાથી શંકાસ્પદ તરીકે પ્રવિણાબેન ગામીત અને પિતા કાંતિલાલ ગામીત બંને જણાને વ્યારા ખાતે કોવીડ-19 તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ પિતા-પુત્રી ના સંપર્ક આવેલા 15 લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
High light-તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો,સાવચેત રહો-સતર્ક રહો-સુરક્ષિત રહો...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application