Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક દિવસમાં કોરોનાના ૧૭૬ પોઝિટિવ કેસો મળી આવ્યા,રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૧૨૭૨ પર પહોંચી

  • April 18, 2020 

Tapimitra News-કોરોના રૂપી મહામારીએ ગુજરાતભરમાં કહેર વરસાવ્યો છે. સુરત, અમદાવાદ,વડોદરા સહિતના મહાનગરોમાં કોરોના વધી રહેલા કેસો સરકાર માટે ચિંતા વધારી રહ્યા છે. શનિવારે સવારે કોરોનાની વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે,એક દિવસમાં કોરોનાના ૧૭૬ વધુ પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેને પગલે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૨૭૨ પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં ચાર સહિત સાત દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૪૮ પર પહોંચ્યો છે. રાજ્યમાં નોંધાયેલા નવા કેસોમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના ૧૪૩ કેસો સામે આવ્યા છે. મોટાભાગના કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી જ સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત વડોદરા અને સુરતમાં ૧૩-૧૩ કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ અને ભાવનગરમાં બે-બે કેસનો ઉમેરો થયો હતો. પંચમહાલ, આણંદ અને ભરૂચમાં એક-એક નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. અમદાવાદમાં આજના મૃતકોમાં ચાર લોકોના સમાવેશ થાય છે અને તમામ સ્ત્રીઓ હોવાનું આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું હતું. અરવલ્લીમાં પણ એક ૭૦ વર્ષીય વૃદ્ધાનો પ્રથમ કોરોના કેસ નોંધાયા હતો જેમને હ્રદયની બીમારી હોવાથી તેમનું મોત થયું હતું. વડોદરામાં ૬૦ વર્ષના પુરૂષનું મોત થયું હતું જ્યારે સુરતમાં ૩૬ વર્ષીય મહિલાનું પણ મોત થયું હતું. રાજ્યના કુલ ૧૨૭૨ પોઝિટિવ દર્દીઓ પૈકી સાત લોકો વેન્ટિલેટર પર છે તેમજ ૧૧૨૯ લોકો સ્ટેબલ હોવાની સરકારે માહિતી આપી હતી. કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓનો આંક ૮૮ થયો છે જેમને ડીસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application