Tapi mitra News-"કોરોના"ની દહેશત વચ્ચે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સોનગઢ નગરપાલિકાના કર્મયોગીઓનું સોનગઢ નગરપાલિકા અને જલારામ વાડી દ્વારા અભિવાદન કરી, તેમણે પ્રોત્સાહિત કરાયા છે.
“કોરોના” ને પગલે સર્જાયેલી “કોલડાઉન”ની સ્થિતિ વચ્ચે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના રાતદિવસ ખડેપગે સેવા બજાવતા પાલિકાના કર્મયોગીઓ એવા “કોરોના”ના યોદ્ધાઓની સેવા ની કદરરૂપે, સોનગઢ નગરપાલિકાના શાસકો તથા જલારામ વાડીના સંચાલકો દ્વારા પુષ્પ અને પ્રમાણપત્ર આપી તેમનું અભિવાદન કરાયું હતું. અહી આરોગ્ય, પાણી પુરવઠા અને ફાયર શાખાના 96 જેટલા કર્મયોગીઓ સહિત, સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં સ્વેછિક રીતે વિવિધ સેવા આપતા જલારામ વાડી, અને અગ્રેસન ભવનના સભ્યોનું પણ સન્માન કરાયુ હતું.ઉલ્લેખનીય છે કે, જલારામ વાડી દ્વારા લોકડાઉનની શરૂઆતથી જ દરરોજ અંદાજિત ત્રણ હજાર વ્યક્તિઓને બે ટાઈમનું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે અગ્રેસન ભવન દ્વારા શેલ્ટર હોમની સુવિધા સાથે દરરોજ 129 જેટલા આશ્રિતોને ચા નાસ્તા સાથે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તેમ, ચીફ ઓફિસર પૂર્વી પટેલ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application