Tapi mitra News-"કોરોના"ને પગેલ જાહેર કરાયેલા “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે પ્રજાજનોને આવશ્યક ચીજવસ્તુઓ સહેલાઇથી ઉપલબ્ધ કરવી શકાય તે માટે તાપી જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર ; 1077 રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ જ હેતુ માટે જિલ્લા પુરવઠા કચેરી ખાતે પણ ગત તા.25 3 2020થી શરૂ કરાયેલો અન્ય એક કંટ્રોલરૂમ ;02626-224401 કે જેની હાલના સંજોગોમાં આવશ્યકતા રહેતી ના હોય આ કંટ્રોલરૂમ તા.16 4 2020ના રોજ સવારના 8 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે. જેની સંબંધીતોને નોંધ લઈ, લોકડાઉન સહિત આવશ્યક ચીજવસ્તુઓ બાબતેની કોઈ પણ રજૂઆત કે ફરિયાદ હોય તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ખાતેના કંટ્રોલરૂમ ; 1077 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.આ ઉપરાંત તાપી જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ માટેનો કંટ્રોલરૂમ 02626-220453 અને, શાકભાજી કે અન્ય ખેત પેદાશોના વેચાણ સંબંધી જાણકારી કે મુશ્કેલી માટેનો કંટ્રોલરૂમ 02626-220365 રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવામા આવ્યો છે. જેનો સંબંધીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application