Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના ખેડૂતો જોગ

  • April 16, 2020 

Tapi mitra News-નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ વાઇરસને નિયંત્રિત કરવા માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ સમય દરમ્યાન તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ અન્ય વિસ્તારમાંથી શાકભાજી તથા અન્ય ખેત પેદાશોના વેચાણ અર્થે જિલ્લાના ખેડૂતો જિલ્લા મથકે વાહનો મારફતે આવતા હોય છે. આવી આવશ્યક ચીજવસ્તુઓને લઇને અવર-જવર કરતા વાહન ચાલકો/ખેડુતોને કોઇ અગવડતા ન પડે તે અર્થે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ નંબર ; 02626-220365 જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે તા: ૨૫/૦૩/૨૦૨૦ થી ૨૪/૭ કાર્યરત કરવામાં આવેલ છે. ખેત પેદાશોનાં વેચાણ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા આ કંટ્રોલ રૂમના લેન્ડ લાઇન નંબર પર ખેડૂતો ફોન કરી શકે છે.ખેડુતોની ખેત પેદાશોના વેચાણ અર્થે એ.પી.એમ.સી માર્કેટ દ્વારા આજુબાજુના ગામોમાં ખરીદી માટેનાં સેન્ટરો ફાળવવામાં આવેલ છે. જેથી લોકડાઉનના નિયમનો ભંગ ન થાય, તથા ખેડુતો પોતાની ખેત પેદાશો વેચી શકે. વ્યારા એ.પી.એમ.સી દ્વારા વ્યારા, ખુશાલપુરા, કટાસવણ, ડોલવણ અને ગડત ખાતે, વાલોડ એ.પી.એમ.સી દ્વારા બુહારી, સોનગઢ એ.પી.એમ.સી દ્વારા બંધારપાડા, તથા એ.પી.એમ.સી ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા ખાતે ખરીદી શરૂ કરવામાં આવેલ છે.લોકડાઉનના સમય દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા તાપી જિલ્લાના ખેડુતોને ખેતી વિષયક માર્ગદર્શન, અને નોવેલ કોરોના વાયરસથી બચવાના ઉપાયો માટે ૬ વોટ્સએપ ગૃપમાં ૨૩૫ ખેડુતોને અને m-Kisan portal પર ૧૦૧૭૯ ખેડુતોને ત્રણ સંદેશાઓ તથા એક ઓડીયો સંદેશ ૪૮૦૯ ખેડુતોને મોકલવામાં આવેલ છે. લોકડાઉનના સમય દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા અને રીલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી તા: ૦૯/૦૪/૨૦૨૦ના રોજ મગફળીનો પાક કરતા ૨૯ ખેડુતોને તથા તા: ૧૦/૦૪/૨૦૨૦ના રોજ મગ પાક કરતા ૧૦૭ ખેડુતોને ડાયલ-આઉટ કોન્ફરન્સથી ખેતી પધ્ધતિ અને રોગ જીવાતના નિયંત્રણ અંગે તાલીમ આપવામાં આવેલ છે, અને ખેડુતો દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોનુ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નિરાકરણ કરવામાં આવેલ છે. ખેતી કાર્યો કરતી વખતે કોરોના વાયરસથી બચવા માટે નેશનલ એડવાઇઝરીનું પણ માર્ગદર્શન આપવામાં આવેલ છે.ખેડુતો દ્વારા ખેત પેદાશો વેચાણ માટે લાવવામાં આવે, ત્યારે કોરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા ભીડ કરવી નહી. મોઢાએ માસ્ક પહેરવા તથા બે વ્યક્તિ વચ્ચે ૧ મીટર સામાજીક અંતર જાળવવુ ફરજિયાત છે. જેની જિલ્લાના ખેડૂતોને નોંધ લેવા માટે, જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા જણાવાયું છે.( ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application