ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:છેલ્લા 22 દિવસ થી કોરોના વાયરસ ને હાથતાળી આપ્યા બાદ ગઈકાલે તા.15 એપ્રિલ ના રોજ લોકડાઉન ના બિજા તબક્કા ના પ્રથમ પગથિયે જ 2 પોઝીટીવ કેસો સામે આવતાં જ નર્મદા જીલ્લા મા ખળભળાટ વ્યાપી ગયો હતો, અને આજે બિજા દિવસે વધુ 8 કેસો પોઝીટીવ નિકળતાં જ પંથક માં સન્નાટો છવાઈ ગયો છે.
ગ્રીન ઝોન મા રહેલા નર્મદા જીલ્લા મા જોત જોતામાં 10 થઈ જતાં આરોગ્ય વિભાગ અને નર્મદા જીલ્લા ની પ્રજા ડઘાઈ ગઈ છે, ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે મળી આવેલ પોઝીટીવ કેસ પૈકી ના મોટાભાગના કેસો અંતરીયાળ ગામ તેમજ ગામડાઓ ના છે, અને તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી ગુજરાત ના ઔધોગિક શહેરો તરફ ની જણાઈ આવી છે.લોકડાઉન ના પ્રથમ તબક્કામાં શહેરી વિસ્તારો તરફ થી રઘવાયા બનીને કોઈપણ ભોગે પોતાના વતન પહોંચી જવાની લાહ્ય મા ચાલતા જ પોતાના ગામો તરફ નિકળી આવેલા શ્રમિકો માથી જો કોઈ કોરોના પોઝીટીવ હશે તો વાયરસ ગામડાઓ સુધી પહોંચી જશે અને ત્યાર બાદ પોઝીટીવ કેસો નો વિસ્ફોટ થશે એ આશંકા હવે વધુ બળવત્તર બનતી જાય છે.હાલ આરોગ્ય તંત્ર ની શાથે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને પોઝીટીવ દર્દીઓ ના સંપર્ક મા આવેલા ઓ ની હીસ્ટ્રી તપાસી ને તેમને કોરોંટાઈન કરવા ની કામગીરી ને ઝડપી બનાવવા મા આવી રહી છે, આશા રાખીએ કે આરોગ્ય વિભાગ જલ્દી પરિસ્થિતિ ને કાબુ કરવામા સફળ થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application