Tapi mitra News- કોરોનાના કહેર ને કારણે દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારીને ત્રણ મે સુધી લંબાવવાની જાહેરાત દેશના વડાપ્રધાને કરી છે.
કોરોના વાયરસ રૂપી મહામારીનો ચેપ વધુ ના ફેલાય તે માટે તાપી જિલ્લા સહિત દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમછતાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ક્રિકેટ રમી રહેલા કેટલાક યુવકોને ગામના સરપંચ દ્વારા સમજાવવા જતા યુવકોએ સરપંચને ઢીબી નાખ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. તા.15 એપ્રિલ નારોજ સોનગઢના મોટાતારપાડા ગામના ચીકારી ફળિયામાં ક્રિકેટ રમતા કેટલાક યુવકોને લોકડાઉન દરમિયાન બિન જરૂરી ભેગા થઈ ક્રિકેટ નહીં રમવા સમજાવવા જતા ક્રિકેટ રમી રહેલા યુવકો પૈકી ભાવિન દિનેશ કોકણી,વિરલ ગોવિંદ કોકણી,રૂપેશ કોકણી નામના ત્રણેય યુવકોએ બેટ ,લાકડાના ડંડા નું બનાવેલ સ્ટમ્પ વડે સરપંચને પીઠના ભાગે તેમજ માથામાં માર મારતા સરપંચના માથે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.માથામાં ઉપર ના ભાગે ત્રણ ટંકા પણ આવ્યા હતા.બનાવ અંગે ગામના સરપંચ મણિલાલ નગીનભાઈ ગામીત રહે,નિશાળ ફળિયું,મોટા તારપાડા-સોનગઢ નાઓએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે ત્રણેય યુવકો સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application