ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:કોરોના ત્રાસદી વચ્ચે નગરપાલિકા રાજપીપળા એ સ્ટ્રીટ લાઈટ શાખા ના કર્મચારીઓ ને નોકરી મા થી પાણીચું આપી દેતા 6 પરિવારો નો ભુખે મરવાનો વારો આવ્યો છે. અઢી મહીના થી પગાર વગર ટળવળતા હંગામી કર્મચારીઓ ના પેટ ઉપર લાત મારવામાં આવી.
છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમય થી રાજપીપળા નગર મા સ્ટ્રીટ લાઈટો અને પાલીકા અધિકૃત કચેરીઓ ના મેઈન્ટેનન્સ નુ કારભાર કરતા છ જેટલાં ઈલેક્ટ્રીક કર્મીઓ ને અચાનક કાઢી મુકાતા હવે નગર ની સ્ટ્રીટ લાઈટો ની રખેવાળી અને રીપેરીંગ કરશે કોણ??? ચીફ ઓફિસર પોતે????
ચીફ ઓફિસર ને આ બાબતે ફોન ઉપર પુછતા જણાવેલ કે હું અત્યારે બહાર છું અને મારે જોવું પડશે તેમ કહી જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો, ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ના લેટર ઉપર મહેકમ ભારણ નુ કારણ ધરી આર્થિક બોજો પડતો હોવાથી સ્ટ્રીટ લાઈટ શાખા ના તમામ કર્મી ઓ ની બાદબાકી કરી કરતો પત્ર નગરપાલિકા એ ઈશ્યુ કર્યો હોવા છતાં ચીફ ઓફિસર પોતે અજાણ હોવા ની વાત કરતાં આશ્ચર્ય સર્જાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application