ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જીલ્લા ના આરોગ્ય વિભાગ ની સતત વોચ હેઠળ છેલ્લા 22 દિવસ ની રાત-દિવસ ની લડત થી કોરોના વાયરસ ને નર્મદા જીલ્લા ની સરહદ મા પ્રવેશવા નહીં દેવા મા સફળ રહ્યા હતા, પરંતું પ્રજા ની અણસમઝ અને ગંભીર બેદરકારીઓ ના પરિણામે આજે નર્મદા જીલ્લા ના માથે કોરોના આફત ના મંડાણ નો પ્રથમ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર અને જીલ્લા ની પ્રજા મા ખળભળાટ મચી જવા પામ્યો છે. જીલ્લા ની પ્રજા એ લોકડાઉન નો પહેલો તબક્કો હેમખેમ પસાર કરી લેતા લોકો અને તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો, પરંતુ તા.14/04/2020 ના રોજ બિજા તબક્કા ના પ્રારંભ માંજ બે કેસ મળી આવતા ધડાકો થયો છે. હવે આરોગ્ય વિભાગ મળી આવેલાં દર્દીઓ ના સંપર્ક મા આવેલા લોકો ને ટ્રેસ કરી કોરોંટાઈન કરવા ની ભારે જવાબદારી આવી પડી છે, અત્યાર સુધી ગ્રીન ઝોન મા રહેલા નર્મદા જીલ્લા મા બે કેસ મળી આવતા વધુ ફેલાવો અને સંક્રમણ ને અટકવવા એ પ્રાથમિકતા રહેશે.
High light-22 દિવસ સુધી કોરોના વાયરસ થી અલિપ્ત રહ્યા બાદ આખરે નર્મદા જીલ્લા ને કોરોના આભડી ગયો.
High light-બન્ને પોઝીટીવ કેસ મા સુરત તરફ ની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application