Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વતનમાં જવાની જીદ:સાહેબ અમે પંખા સાથે લટકી આપઘાત કરી લઈશું-નિઝર ખાતે સેલટરહોમના શ્રમિકોનો હોબાળો

  • April 15, 2020 

Tapimitra News-કોરોનાના કહેરને કારણે દેશમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને ત્રણ મે કરવાની જાહેરાત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. જો કે,આ જાહેરાત બાદ આજે તાપી જિલ્લાના નિઝરમાં તાલુકા સેવા સદન ની બાજુમાં આવેલ મોડલ રેસિડેન્સી ગર્લ્સ સ્કૂલ માં કાર્યરત કરવામાં આવેલ સેલટરહોમમાં આશ્રય લઈ રહેલા આશરે 39 શ્રમિકોએ પોતાના વતન જવાની જીદ પકડી હતી જેને લઇ સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું.સૂત્રો અનુસાર કેટલાક શ્રમિકોઓ તો ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાની પણ ધમકી હતી.જેની જાણ થતાં પ્રાંત અધિકારી તેમજ નિઝર પોલીસ સ્ટેશન સહિત સીપીઆઇનો કાફલો સેલટરહોમ ખાતે દોડી આવ્યો હતો. સેલટરહોમના તમામ શ્રમિકોમાં જાગૃતિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિડીયો કલીપ પણ બતાડવામાં આવી હતી અને તમામને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શ્રમિકોને બંને ટાઈમ જમવાનું,ચા-નાસ્તો તેમજ તમામ લોકોના આરોગ્યની સમયસર તપાસ પણ કરવામાં આવે છે.અધિકારીઓના સમજાવટ બાદ પણ કેટલાક પરપ્રાંતિય મજૂરોએ હોબાળો મચાવ્યો હતો,યુપી,એમપી અને મહારાષ્ટ્ પોતાના ઘરે-વતન જવાની જીદ પકડી હતી.કેટલાક શ્રમિકો તો જમતા પણ નથી કેટલાક તો જમવાનું બરાબર મળતું ન હોવાનો આક્ષેપો કરી રહ્યા છે. આપને જણાવી દઈએ છીએ કે,કોરોના વાયરસનો ચેપ વધુ ના ફેલાય અને શહેરી વિસ્તારોમાંથી અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન પગપાળા હિજરત કરી રહેલા આ શ્રમિકોને સેલટરહોમમાં મુકવામા આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application