Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update:મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું-સચિવ અશ્વિનીકુમારનો ખુલાસો

  • April 15, 2020 

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના કેસ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરનું તંત્ર દોડતું થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સીએમઓના સચિવ અશ્ચિનીકુમારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ કોટ વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા.મુખ્યમંત્રીના નિવાસ્થાને જે મીટીંગ થાય છે તેમાં સોશિયલ ડેસ્ટિનેશનનું પાલન કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું. જોકે, રાજ્યના ડોક્ટરોની પેનલ દ્વારા સાથે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે.પરંતુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. તો ઈમરાન ખેડાવાલા મુદ્દે તેમણે વધુ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે. જવાબદાર નાગરિક તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે તેમની ફરજ હતી કે મુખ્યમંત્રીને મળવાનું ટાળવું જોઈતું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે જરૂર મુજબની તમામ પ્રકારની કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે. મુખ્યમંત્રીનો સ્ટાફ પણ ટેલિફોનિક વાતચીતથી પોતાનું કામ એક સપ્તાહ દરમિયાન બતાવશે. મુખ્યમંત્રી કાર્યાલય સહિતના અધિકારીઓ ટેલિફોનિક વાતચીતથી જ એક સપ્તાહ સુધી મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. જરૂરી લાગશે ઈમરજન્સી હોય તો તેમના સંપર્ક કરવામાં આવશે રૂબરૂ મુલાકાત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના પણ સ્વાસ્થયની તપાસ થઇ રહી છે.અને એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છેકે મુખ્યમંત્રીને કોઈપણ ચેપ લાગ્યો નથી ,હોમ કોરોન્ટાઇન માં નથી.સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને કોઈ મુલાકાતીઓ સાથે મુલાકાત નહીં કરવાનો નિર્ણય લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application