Tapimitra News-લોકડાઉનના કારણે બિનજરૂરી ઘરની બહાર નિકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે વચ્ચે ગઈકાલે સવારે સાડા નવેક વાગ્યે સગરામપુરા આશુતોષ હોસ્પિટલ પાસે દુધ લાવી આપવાની ના પાડનાર યુવક પર ચપ્પુથી હુમલો કરવામા આવ્યો હતો.
સગરામપુરા ક્ષેત્રપાલ મંદિર પાસે ફુટપાથ ઉપર રહેતા જીતુ સાયબા વાસપુડા (ઉ.વ.૨૦) ગઈકાલે સવારે સાડા નવેક વાગ્યે તેના મિત્ર સાથે સફાઈ કામ માટે જતો હતો તે વખતે હુસેન યુસુફ શેખ (રહે, બોમ્બે કોલોની રૂદરપુરા)એ તેને દુધ લઈ આવવા માટે કહ્યું હતુ જોકે જીતુએ દુધ લાવવાની ના પાડી હતી જેથી હુસેન ઉસ્કેરાયો હતો અને જીતુ સાથે ઝઘડો કરી પગના જાંગના પાછળના ભાગે ચપ્પુના ઘા મારી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે જીતુ વાસકુડાની ફરિયાદ લઈ હુસેન શેખ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application