Tapimitra News-વરાછા જગદીશનગરમાં રહેતા યુવક બે દિવસ પહેલા કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા કિશોરીના પરિવારે તેની સામે અપહરણની ફરિયાદ નોધાવી છે. બનાવ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વરાછા જગદીશનગર સાવન એપાર્ટમેન્ટમાં રહેતો સનજીત ચૌધરી ગત તા.૧૩મીના રોજ રાત્રે દસ વાગ્યે તેના વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષ અને ૪ માસની કિશોરીની લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. કિશોરીની પરિવારે તેની શોધખોળ કરવા છતાંયે કોઈ પત્તો નહી મળતા આધરે ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે સનજીત ચૌધરી સામે અપહરણનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application