Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારીગરોના પગાર માટેનો નિર્ણય સરકારે ઉદ્યોગકારો ઉપર છોડી દેવો જોઈએ

  • April 15, 2020 

Tapimitra News-લોક ડાઉનને કારણે વેપાર-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે, ત્યારે કારીગરોના પગાર માટેનો નિર્ણય સરકારે ઉદ્યોગકારો ઉપર છોડી દેવો જોઈએ. કારીગરોના ફુલ પગારની વ્યાખ્યા સરકાર સ્પષ્ટ કરે અને આ માટે સરકાર દ્વારા સરક્યુલર બહાર પાડવામાં આવે એવી એક માંગ ઉદ્યોગકારો તરફથી થઈ છે. વેપાર ઉદ્યોગની સ્થિતિ અને સરકાર તરફથી લેવાનારા પગલાઓ માટે જરૂરી સૂચનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગકારો પાસેથી મેળવવામાં આવ્યા હતા. જેમાં આ કારીગરોના પગારનો મુદ્દો પણ હતો. બેન્કના લોનના હપ્તા માટે એક વર્ષ સુધીની રાહત આપવામાં આવે અને આ રાહત પિરિયડ દરમિયાન બેન્કના વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવું સુચન પણ ઉદ્યોગકારો તરફથી હતું. કેન્દ્ર સરકારમાં રજૂઆત થઇ શકે તે માટે ઉદ્યોગકારો તરફથી જુદા જુદા સૂચનો મેળવવામાં આવ્યા હતા , અન્ય એક મુદ્દો ટફની સબસીડી રિલીઝ કરવા માટે બેંકમાં જમા કરવાની દાખલ કરાયેલી નવી જોગવાઇઓને નાબુદ કરવામાં આવે તથા વીવર્સની પેન્ડીંગ સબસિડીને વહેલી તકે છૂટી કરવામાં આવે એવી માગ પણ મૂકવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application