Tapimitra News-સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતાં કોરોના વાઈરસથી ભારત અને ગુજરાત થરથરી રહ્યું છે ત્યારે સુરતમાં પણ રોજે રોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. સમગ્ર વિશ્વમાં કોરોનાની જે પેટર્ન જોવા મળે છે એ જ પેટર્ન પ્રમાણે સુરતમાં પણ મહિલાઓ કરતાં પુરૂષ દર્દીઓની સંખ્યા વધુ છે. સુરતમાં પ્રથમ કેસ ૧૯મી માર્ચના રોજ નોંધાયો હતો. સુરત શહેર અને જિલ્લામાં માત્ર ૨૭ દિવસમાં જ ૫૦ કેસ નોંધાયા છે. જેમાં ૧૬ મહિલાઓ અને ૩૪ પુરૂષોનો સમાવેશ થાય છે.
સુરત શહેર અને જિલ્લામાં નોંધાયેલા ૫૦ કેસની વાત કરીએ તો ઉડિને આંખે વળગે તેવી બાબત સામે આવી રહી છે. જેમાં ૩૨ ટકા મહિલાઓમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ૬૮ ટકા પુરૂષોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલાઓ કરતાં પુરૂષોની સરખામણી ડબલ આવી રહી છે. જે સ્ત્રી કરતાં ડબલ કરતાં પણ વધુ હોવાનું સામે આવી રહ્યું છે. સુરત શહેરમાં ૧૯મી માર્ચના રોજ સૌ પ્રથમ ૨૧ વર્ષિય રીટા બચકાનીવાલામાં કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો. ત્યારબાદ મહિલાઓની સંખ્યા વધવાની જગ્યાએ પુરૂષોમાં સંક્રમણ વધુ ફેલાયું અને સૌ પ્રથમ મૃત્યુ પણ એક આધેડ પુરૂષનું જ થયું હતું. મહિલાઓની સરખામણીએ પુરૂષો વધુ પ્રમાણમાં બહાર નીકળતા હોવાથી પુરૂષોમાં સંક્રમણ વધુ ફેલાતું હોવાનું પણ એક કારણ હોવાનું તબીબો કહી રહ્યાં છે. સુરત સિવિલ હોસ્પિટલના ડો.શક્તિ આંબલિયાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાનીઓ કહે છે કે તેમને એ ખબર પડતી નથી કે મહિલાઓમાં મૃત્યુ કેમ ઓછું છે ? પરંતુ એ અંગે તેઓ સૂચન કરે છે કે મહિલાઓની રોગ પ્રતિકારશક્તિ કુદરતી રીતે જ બળવત્તર હોય છે અને લાંબા સમય સુધી તેમનામાં સંક્રમણ ન ફેલાતું હોય તેવું બની શકે છે. આ સંજોગોમાં પુરુષોએ મહિલા કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, એમ નિષ્ણાતો કહે છે. વિશ્વ આખામાં મહિલાઓની સરખામણીમાં પુરુષોને કોરોનાનો ખતરો વધારે છે. ઇટાલીની પબ્લિક હેલ્થ રિસર્ચ એજન્સીના મતે પુરુષોને પહેલા જ તબક્કે ચેપ લાગી શકે છે અને કોરોનાથી સંક્રમિત કેસોમાં ૬૦ ટકા કેસો પુરુષોના છે. આ પહેલાં તો આ આંકડો આ કરતાં પણ ઊંચો હતો. એ મુજબ તો મૃત્યુ પામનારાઓમાં ૮૦ ટકા પુરુષો હતા અને ૨૦ ટકા મહિલાઓ હતી. સ્પેનમાં ૬૫ ટકા પુરુષો અને ૩૫ ટકા મહિલાઓના મોત નિપજ્યા છે. ચીનમાં થયેલા સંશોધનમાં દર્શાવાયું છે કે, મૃતકોમાં બે તૃતીયાંશ પુરુષો હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application