Tapimitra News-સુરત શહેરમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી માસ્ક સેમ્પલની કામગીરી હાથ ધરી ત્યારથી પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સોમવારે લોકલ ટ્રાન્સમિશનના ૯ અને મંગળવારે સાત કેસો નોધાયા હતા. બુધવારે ફરી એક વખત વધુ ત્રણ પોઝીટીવ કેસો સામે આવતા તંત્રની ગતિવીધી વધી જવા પામી છે. બીજી બાજુ પાંચમી એપ્રિલ ના રોજ સિવીલમાં દાખલ થયેલી રાંદેરની ૪૫ વર્ષીય મહિલાનું કોરોના વાયરસના કારણે મોત નિપજયુ છે. આ સાથે કુલ મૃત્યુઆંક પાંચ પર પહોચ્યો છે. પોઝીટીવ કેસની સંખ્યા ૫૦ પર પહોચી ગઇ છે. પાલિકા દ્વારા સરકારની ગાઇડ લાઇન મુજબ મૃતક મહિલાની અંતિમ વિધી પુર્ણ કરી કબ્રસ્તાનને સેનેટાઇઝરીંગની કામગીરી કરી હતી. આ ઉપરાંત પોઝીટીવ દર્દીઓના મહોલ્લા,સોસાયટી અને ઘરોની પણ ડિસ ઇન્ફેકશનની કામગીરી કરી તેમના પરિવારજનોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કોરોના વાયરસનો હાહાકાર દિન પ્રતિદીન વધી રહ્યો છે. જેને લઇને પાલિકા દ્વારા માસ્ક સેમ્પલીંગની કાર્યવાહી હાથ ધરતા પોઝીટીવ કેસોમાં વધારો દેખાઇ રહ્યો છે. માસ્ક સેમ્પલીંગના કારણે છેલ્લાં બે દિવસમાં ૧૬ કેસ નોધાયા છે. બુધવારે વધુ ત્રણ કેસ પોઝીટીવ સામે આવ્યા છે. જેમાં સૈયદપુરામાં રહેતી ૪૫ વર્ષીય મકસુદા ફાહીમ અંસારી,સોદાગરવાડમાં રહેતી ૫૩ વર્ષીય મુમતાઝબેન ઇકબાલભાઇ પટેલ અને નવસારી બજાર બેગમપુરામાં રહેતો ૩૧ વર્ષીય અખતર શેખમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા. તેઓના સેમ્પલ લેતા રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. પાલિકાએ આ તમામને નવિ સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં પોઝીટીવ કેસની સંખ્યા ૪૮ અને જીલ્લાના બે મળી કુલ ૫૦ થઇ છે. પાલિકા દ્વારા પોઝીટીવ દર્દીઓના ઘર,મહોલ્લા અને સોસાયટીઓમાં જઇ સાફ સફાઇ,દવાનો છંટકાવ કરી સેનેટાઇઝરીંગ મારફતે ડિસ ઇન્ફેકશનની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત પોઝીટીવ દર્દીના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી છે. આ ત્રણેય કેસ રેડ ઝોન વિસ્તાર માંથી આવ્યા છે. પહેલેથી જ આ વિસ્તારના લોકો હોમ કોરોન્ટાઇન હેઠળ છે. સુરતમાં એક બીજી ઘટના પણ સામે આવી છે. પાંચમી એપ્રિલ રોજ ન્યુ રાંદેર રોડ બાગે રહેમતમાં રહેતા અબ્દુલ વહાબ કાપડીયાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમની ૪૫ વર્ષીય પત્ની યાસ્મીન કાપડીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા સિવીલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. બુધવારે યાસ્મીન બાનુને શ્વાસની તકલીફની સાથે ન્યુમોનિયા,હાઇપર ટેન્શન અને ડીસલીપીડેમિયાના કારણે મોત નિપજ્યુ છે. આ સાથે સુરત શહેરમાં કુલ મૃત્યુઆંક પાંચ પર પહોચ્યો છે. પાલિકાએ સરકારની ગાઇડ લાઇન મુજબ મૃતક મહિલાને પ્લાસ્ટીકમાં પેક કર્યા બાદ પરિવારના એક થી બે સભ્ય અને સરકારના અધિકારીઓની સાથે એકતા ટ્રસ્ટના લોકોએ તેની કબ્રસ્તાનમાં અંતિમ વિધી કરી હતી. અંતિમ વિધી કર્યા બાદ કબ્રસ્તાનને સેનેટાઇઝરીંગ કરવામાં આવ્યુ છે.(ફાઈલ ફોટો)
Update-સુરતમાં વધુ ૧૯ શંકાસ્પદ કેસો નોધાયા:કુલ ૪૦૫ કેસ
પાંચ મહિનાના બાળકથી લઇ ૬૨ વર્ષના આધેડ વ્યકિતઓનો સમાવેશ
Tapimitra News-સુરત સહિત દેશમાં કોરોના વાયરસના આતંક સામે તંત્ર લાચાર બની ગયુ છે. તેમ છતાં કોરોના વાયરસને હરાવવા માટે લોકો અથાગ પ્રયત્નો કરી રહ્ના છે. સુરત શહેરમાં પણ તંત્ર દ્વારા અનેક મહત્વના પગલાઓ લેવામાં આવ્યા છે. બુધવારે સુરત શહેરમાં વધુ ૧૯ શંકાસ્પદ કોરોના વાયરસના કેસો નોîધાયા છે. જેમાં પાંચ મહિનાના બાળકથી લઇ ૬૨ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે.આ તમામ પુણાગામ,કતારગામ,વરાછા,હરીપુરા,ગોડાદરા,નવાગામ,સરથાણા જકાતનાકા,ઉધના,ભટાર,નાનપુરા વિસ્તારના રહીશો હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે કુલ શંકાસ્પદ કેસોની સંખ્યામાં ૪૦૫ પર પહોચી છે. જેમાંથી ૩૫૧ રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. હજુ પણ ૬ ના રીપોર્ટ પેન્ડીં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500