Tapimitra News-ઘણીવાર અજાણતામાં કોઈ કામ એવું થાય કે વ્યક્તિનું નામ થઈ જાય. આવું જ કંઈક કોરોનામાં ઉધનાના પોલીસ કોન્સ્ટેબલ સાથે થયું છે. ઉધનાના પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણ પાટીલને ભીમનગરના સ્લમ વિસ્તારમાં ટોળુ એકઠુ થયાનો સંદેશ મળતા પહોંચ્યા હતા પણ ભીડ વધતા લોકો પથ્થરમારો ન કરે તે માટે વાનના માઈક પર વીડિયો ચાલુ રાખી એલાન કર્યું કે, કોઈ ઘર સે બહાર નીકલેગા નહીં, તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના , મગર હોને નહીં દેંગે તુમકો કોરોના. કોરોના વાઈરસ બઢ રહા હૈ, આપકે અચ્છે કે લીયે બોલ રહા હું. આ વીડિયો તેમણે વોટ્સએપ સ્ટેટસ પર મુક્યો હતો. જે ફેસબુક-ટ્વીટર પર ધુમ મચાવતા લેહના સાંસદ જામ્યાંગ ત્સેરીંગ તેમજ તેમના ૨૦ હજાર ફોલોઅર્સે, દિલ્હીના આપના નેતા સંજયસિંઘ અને તેમના ૪૨ હજાર ફોલોઅર્સે તેમજ ફિલ્મ ડાયરેકટર રોહિત શેટ્ટી સહિત અનેક લોકોએ નિહાળી પ્રશંસા કરી છે. વીડિયોના ફોટા સાથે રોહિત શેટ્ટી આ પોલીસવાળાની શોધ કરે એવા ન્યૂઝ પણ છપાયા હતા. મારા પર મેસેજ આવ્યો કે, ભીમનગરમાં ભીડ એકઠી થાય છે. પરપ્રાંતિયોની વસતી વધારે છે. આથી ઓછા સ્ટાફથી કંઈ થાય તેમ ન હતું. પીસીઆરમાં માઈક લગાડેલું હતું એટલે ફિલ્મી સ્ટાઈલથી બોલી ગભરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
high light-ભીડ વધતા લોકો પથ્થરમારો ન કરે તે માટે વાનના માઈક પર વીડિયો ચાલુ રાખી એલાન કર્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application