ઈકરામ મલેક દ્વારા રાજપીપળા :હાલ કોરોના મહામારી વચ્ચે લોકડાઉન પણ ૩ મેં સુધી લંબાવ્યું હોય તેવામાં નર્મદા જિલ્લાના કેટલાય અંતરિયાળ ડુંગરાળ ગામોમાં મજૂરી કામ બંધ હોય ત્યારે ઘણી સંસ્થાઓ અનાજ સહિતનું વિતરણ કરી રહી હોય જેમાં રાજપીપળાની સાઈ માનવ સેવા ગ્રૂપના પ્રમુખ જનકભાઈ મોદી તથા ગાયત્રી પરિવાર ના ભરત ભાઇ વ્યાસ ને ડુંગરાળ વિસ્તાર માં આવેલા આમલગઢ ના લોકોની હાલત ખરાબ હોવાની જાણ થતાંજ તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા અને ગામના ગરીબ લોકો કે જે અનાજ કપડાં સહિતની જીવન જરૂરી વસ્તુઓ માટે લોકડાઉન ના કારણે અટવાઈ ગયા હતા એ તમામ ને ઘરે ઘરે જઈ ૭૦ થી વધુ કીટ જેમાં અનાજ સહિત સાબુ, શાકભાજી અને એક એક સાડીનું વિતરણ કરી આ ગામમાં માનવતા ની જ્યોત જલાવી હતી.આ સેવાકાર્ય માં નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એન.કે. નાયર,સેક્રેટરી બળવંત ભાઈ વસાવા સાથે પારુલબેન મોદી પણ જોડાયા હતા. અને આ આખી ટીમે ગામમાં કીટ વિતરણ કરતા દરેક ઘરોમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ સમયમાં જુદી જુદી સંસ્થાઓ આવા અંતરિયાળ ગામોમાં આમ સમાજસેવા માટે પહોંચે એવી મેજિસ્ટ્રેટ એન.કે.નાયરે હૃદય ની લાગણી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application